ગુરુ-મંગળની યુતિથી 12 વર્ષ બાદ બન્યો પાવરફૂલ રાજયોગ, આ 3 રાશિવાળાના જીવનમાં 45 દિવસમાં ચમત્કારિક ફેરફાર થશે, ઈચ્છાઓ પૂરી થશે

Wed, 17 Jul 2024-2:06 pm,

ગુરુ તથા મંગળ હાલ વૃષભ રાશિમાં બિરાજમાન છે. જ્યારે બે ગ્રહો એક સાથે કોઈ રાશિમાં બિહાજમાન હોય તો તેમની યુતિ બનતી હોય છે. જ્યોતિષ ગણતરી મુજબ મંગળ અને ગુરુની યુતિથી વૃષભ રાશિમાં લગભગ 12 વર્ષ બાદ ગુરુ મંગળ રાજયોગનો શુભ સંયોગ બન્યો છે. ગુરુ મંગળની કૃપાથી આ રાજયોગ કેટલીક રાશિવાળાનું ભાગ્ય પલટી શકે છે. જ્યોતિષાચાર્યોનું માનીએ તો ગુરુ મંગળની યુતિ કેટલીક રાશિવાળાના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાની સાથે ધન સંપત્તિમાં અપાર વધારો કરી શકે છે. જાણો આ રાશિઓ વિશે...

ગુરુ મંગળની યુતિ વૃષભ રાશિમાં બનવાના કારણે વૃષભ રાશિના જાતકોને સૌથી વધુ લાભ મળી શકે છે. જ્યોતિષ ગણતરીઓ મુજબ વૃષભ  રાશિના જાતકોની વાણીમાં સુધારો થશે. વ્યક્તિત્વ પહેલાની સરખામણીમાં આકર્ષક બનશે. નોકરીમાં પ્રમોશન કે આવકમાં વધારાની આશા રાખનારાઓને સારા સમાચાર મળી શકે છે. પરિણીત જાતકો માટે સમય અનુકૂળ રહેશે. 

સિંહ રાશિવાળા માટે ગુરુ મંગળની યુતિ ખુબ જ લાભકારી રહેશે. આ સમયગાળો નોકરીયાતો માટે ખુબ સારો રહેશે. વેપારીઓ માટે પણ નફામાં વધારો કરનારો રહી  શકે છે. જમીન, મકાન કે વાહનની ખરીદી થઈ શકે છે. નોકરીયાતોને જોબ માટે નવી ઓફર મળી શકે છે. 

તુલા રાશિવાળા માટે ગુરુ મંગળ રાજયોગ ખુબ જ શુભ સાબિત થઈ શકે છે. ગુરુ મંગળની યુતિ તમારી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. તમે ધન ભેગુ કરવામાં સફળ રહેશો. આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. વેપારીઓ માટે આ સમયગાળો નફો વધારનારો બની શકે છે. કૌટુંબિક જીવન સારું રહેશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link