સૂર્ય, બુધ અને ગુરુનું એક સાથે થશે ગોચર, આ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે, સુખ-સંપત્તિ વધશે
4 મોટા ગ્રહ શુક્રની રાશિમાં થોડા દિવસમાં ગોચર કરશે. બુધના ગોચરથી વૃષભ રાશિમાં ચર્તુગ્રહી યોગ બનશે. હાલ વૃષભ રાશિમાં ગુરુનું ગોચર છે. જ્યાં પહેલું ગોચર સૂર્યનું, બીજુ શુક્રનું તથા ત્રીજુ ગોચર બુધનું થઈ રહ્યું છે.
મે મહિનો પૂરો થતા પહેલા બુધ ગોચર કરશે અને ગુરુ સૂર્ય તથા શુક્રની સાથે યોગ બનાવશે. જેનાથી વૃષભ રાશિમાં 4 મોટા ગ્રહો કેટલીક રાશિઓને પ્રભાવિત કરશે. ગુરુ, બુધ, સૂર્ય અને શુક્રની ચાલથી ત્રણ રાશિવાળાને લાભ થશે. ગ્રહોનો રાજકુમાર બુધ 10 મેના રોજ સાંજે 06.40 કલાકે મેષ રાશિમાં ગોચર કરશે.
કર્ક રાશિવાળાને સૂર્ય, બુધ, શુક્ર તથા ગુરુની યુતિથી મોટો લાભ થઈ શકે છે. નોકરીની શોધ પૂરી થશે. ઘણા સમયથી જે કામ પૂરા ન હતા થતા તે હવે પૂરા થવાની શક્યતા છે. કર્ક રાશિવાળાને આ યુતિથી નાણાકીય મજબૂતાઈ મળશે. પરંતુ તેના માટે જાતકોએ પણ પોતાના રોકાણ અને સેવિંગ્સ અંગે સતર્ક રહેવું પડશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.
વૃષભ રાશિવાળાને બુધ ગુરુ અને શુક્ર તથા સૂર્યની ચાલ લાભ કરાવી શકે છે. કરિયરમાં બોસનો ભરપૂર સાથ મળી શકે છે. આવક વધારવા માટે અનેક સારી તકો મળશે. વૃષભ રાશિના જાતકોએ ધ્યાન રાખવું પડશે કે નિર્ણય સંભાળીને લે. નાણાકીય નિર્ણયો લાભ કરાવી શકે છે. ગ્લોઈંગ અને હેલ્ધી રહેવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવું.
મકર રાશિવાળાઓને ગુરુ, સૂર્ય, બુધ અને શુક્રની ચાલથી ફાયદો થઈ શકે છે. વેપારમાં અનેક રાહતો મળશે. નવી તકો દરવાજા પર દસ્તક આપશે. મકર રાશિવાળાની આર્થિક સ્થિતિ મજબૂત થશે. થોડા ઉતાર ચડાવ ઝેલવા પડી શકે છે. સાવધાનીથી રોકાણ કરશો તો લાભ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
સુખનો કારક શુક્ર મે મહિનામાં પોતાની રાશિ બદલશે. શુક્ર 19 મેના રોજ સવારે 08:43 કલાકે મેષ રાશિથી વૃષભમાં ગોચર કરશે. ઘણી રાશિના લોકોને તેનાથી ફાયદો થશે. આનાથી 2 રાશિના લોકોને સાચો પ્રેમ મળી શકે છે. Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.