ડિસેમ્બરના અંતમાં બની રહ્યો છે બે યોગનો અદભૂત સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય પલટાશે, માલામાલ થશે
ગુરુ પુષ્ય નક્ષત્ર 29 ડિસેમ્બર 2023ના રોજ મધરાતે 1.05 મિનિટ પર શરૂ થશે અને 30 ડિસેમ્બરના રોજ વહેલી પરોઢે 3.10 વાગે સમાપ્ત થશે.
29 ડિસેમ્બરના રોજ ગુરુ પુષ્ય નક્ષત્ર સાથે જ અમૃત સિદ્ધિ યોગ અને ત્રિપુષ્કર યોગનો સંયોગ બની રહ્યો છે. જેનાથી આ દિવસનું મહત્વ વધી જશે.
29 ડિસેમ્બરનો આખો દિવસ ગુરુ પુષ્ય નક્ષત્ર હોવાથી ખરીદી માટે સૌથી સારો દિવસ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ દિવસ તમે શુભ કાર્યોની શરૂઆત પણ કરી શકો છે.
ગુરુ પુષ્ય નક્ષત્રથી વૃષભ રાશિવાળા માટે સારા દિવસો શરૂ થવાના છે. તમને નોકરી અને વેપારમાં પ્રગતિ થશે. રોકાણ માટે સૌથી સારો સમય છે.
મિથુન રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ભાગ્યનો સાથ અપાવશે. તેના કારણે તમારા માન સન્માનમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
સિંહ રાશિવાળા માટે ગુરુ પુષ્ય નક્ષત્ર ખુબ ખાસ રહેવાનું છે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. વેપારી વર્ગ માટે સમય યોગ્ય છે.
ગુરુ પુષ્ય નક્ષત્ર કન્યા રાશિવાળા માટે ખુબ ખાસ છે. તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે. સફળતાના યોગ છે.