Guru Pushya Yog: દિવાળી પહેલા સર્જાશે ગુરુ પુષ્ય યોગ, 3 રાશીના લોકોને થશે જબરદસ્ત ધનલાભ
જ્યોતિષ ગણના અનુસાર દિવાળી પહેલા 24 ઓક્ટોબરે ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે. આ યોગ વિશેષ રીતે ત્રણ રાશીના લોકો માટે શુભ સાબિત થવાનો છે. આ રાશિના લોકોને વેપાર, કરિયર અને વ્યક્તિગત જીવનમાં સફળતા મળશે અને ધન લાભ પણ થશે.
ગુરુ પુષ્ય યોગ વૃષભ રાશિના લોકો માટે ગુડ ન્યુઝ લઈને આવશે. નોકરી અને વેપારમાં અપાર સફળતા મળશે. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ. કારકિર્દીમાં નવી તકો પ્રાપ્ત થશે. લવ લાઇફની સમસ્યા દૂર થશે.
કન્યા રાશિના નોકરી કરતા લોકોને સારી તકો મળશે. પ્રમોશન સાથે સેલેરી પણ વધી શકે છે. વેપારીઓને નફો વધશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામ પુરા થશે.
મીન રાશિના લોકો માટે ગુરુ પુષ્ય યોગ લાભદાયક રહેશે. વેપારમાં ધન લાભ થઈ શકે છે. જીવનસાથી સાથે સારો સમય પસાર થશે. સમસ્યાથી છુટકારો મળશે. ઇચ્છિત નોકરી મળી શકે છે. ધાર્મિક કાર્ય થઈ શકે છે.