752 વર્ષ બાદ બનશે દુર્લભ સંયોગ; આ 3 રાશિવાળાને મળશે `ખજાનાની ચાવી`, લક્ષ્મી માતાની કૃપાથી ધનના ઢગલા થશે!
જ્યોતિષાચાર્યો મુજબ આ વખતે ગુરુ પુષ્ય નક્ષત્ર 24 ઓક્ટોબરના ગુરુવારે આખો દિવસ રહેશે. ગુરુવારે પુષ્ય નક્ષત્ર હોવાથી તે ગુરુ પુષ્ય કહેવાશે. ગુરુવારે પુષ્ય નક્ષત્રનો સંયોગ ખુબ જ શુભ મનાય છે. કારણ કે પુષ્ય નક્ષત્રના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે. અનેક વર્ષોમાં એકવાર ગુરુ પુષ્યનો સંયોગ બને છે.
જ્યોતિષોના જણાવ્યાં મુજબ 24 ઓક્ટોબરના રોજ ગુરુવારે પુષ્ય નક્ષત્રની સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ નામના શુભ યોગ પણ આખો દિવસ રહેશે. આ ઉપરાંત આ દિવસે મહાલક્ષ્મી, પારિજાત, બુધાદિત્ય અને પર્વત યોગ પણ બની રહ્યા છે. પુષ્ય નક્ષત્ર પર આવો દુર્લભ સંયોગ છેલ્લા 752 વર્ષમાં બન્યો નથી. આ શુભ યોગોને પગલે આ પુષ્ય નક્ષત્ર ખુબ જ ખાસ બન્યું છે. આ દિવસે કરાયેલી ખરીદી અને રોકાણનું ફળ લાંબા સય સુધી મળતું રહેશે. આ ઉપરાંત આ સમય કેટલાક રાશિવાળા માટે પણ ખુબ ભાગ્યશાળી રહેશે.
આ રાશિના જાતકો માટે ગુરુ પુષ્ય નક્ષત્ર લાભકારી સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકાયેલા કામો એકવાર ફરીથી શરૂ થઈ શકે છે. પરિવાર સાથે ખુશનુમા સમય પસાર કરી શકો છો. આ સાથે જ જીવનમાં ખુશીઓનું આગમન થશે. સંપત્તિ, વાહન, ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. નોકરીયાતો માટે આ યોગ ખુબ લાભકારી રહેશે. તમારા કામના વખાણ થઈ શકે છે. પદોન્નતિની સાથે સારું બોનસ મળી શકે છે. સહયોગીઓનો વ્યવહાર તમારા પ્રત્યે સારો રહી શકે છે. જો તમે કોઈ વેપાર કે બિઝનેસ શરૂ કરવા માંગતા હોવ તો આ સમયગાળામાં કરીને અનેક ગણો લાભ મેળવી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે.
વૃષભ રાશિના જાતકો માટે પણ ગુરુ પુષ્ય સહિત અનેક યોગોનો સંયોગ ભાગ્ય ચમકાવી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામો પૂરા થઈ શકે છે. આ સાથે જ પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. ઘરમાં ખુશીઓનું આગમન થશે. કરિયરના ક્ષેત્રની વાત કરીએ તો તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં પણ લાભ મળવાના પ્રબળ યોગ છે. તમારા દ્વારા વેપારમાં કરાયેલા રોકાણથી સારો નફો થઈ શકે છે. શેર માર્કેટમાં કરાયેલા રોકાણથી તમને સારો ધનલાભ થવાના ચાન્સ છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
તુલા રાશિના જાતકો માટે પણ ગુરુ પુષ્ય નક્ષત્ર ખુશીઓ લઈને આવશે. વેપારમાં કોઈ મોટો ઓર્ડર, કે પછી પ્રોજેક્ટ મળી શકે છે. આ સાથે જ કમાણીના અનેક રસ્તા ખુલી શકે છે. પાર્ટનરશીપમાં કરાયેલા વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. પરિવાર કે મિત્રો સાથે કોઈ ટ્રીપમાં જવાનો પ્લાન ઘડી શકો છો. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધી શકે છે. નવી નોકરી શોધતા જાતકોને સફળતા મળી શકે છે. જીવનમાં ખુશીઓનું આગમન થઈ શકે છે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓ ઠીક થઈ શકે છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.