Guru Transit: 12 વર્ષ બાદ ગુરૂ કરશે શુક્રની રાશિમાં પ્રવેશ, આ જાતકોની પદ-પ્રતિષ્ઠા વધશે, ધનલાભનો યોગ
)
દેવ ગુરૂ બૃહસ્પતિની ચાલનું જ્યોતિષ વિદ્યામાં ખુબ વિશેષ મહત્વ છે. વર્તમાનમાં ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન છે, જે જલ્દી આગામી ગોચર કરશે. મે મહિનામાં ગુરૂ શુક્રની રાશિમાં પ્રવેશ કરશે. 1 મે, 2024ના બુધવારે બપોરે ગુરૂ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ગોચર કરશે. આવો જાણીએ ગુરૂના રાશિ પરિવર્તનથી કયાં જાતકોનું ભાગ્ય ચમકવાનું છે.
)
સિંહ રાશિના જાતકો માટે ગુરૂનું વૃષભ રાશિમાં ગોચર ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ પ્રાપ્ત થઈ શકે છે. લાઇફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલી ધીમે-ધીમે સમાપ્ત થઈ જશે. ગુરૂના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે. પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે.
)
વૃષભ રાશિમાં ગુરૂની એન્ટ્રી થવાથી કન્યા રાશિના જાતકોને લાભ મળશે. તમારા અટવાયેલા કામ થશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે ઘણા જરૂરી ટાસ્ક મળી શકે છે, જેને તમે સારી રીતે પૂરા કરશો. સમૃદ્ધિનું આગમન થશે. કામના સિલસિલામાં વિદેશ યાત્રાનો યોગ બની રહ્યો છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર મળશે.
વૃષભ રાશિના જાતકો માટે તમારી રાશિમાં ગુરૂની એન્ટ્રી ફાયદાકારક રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ખર્ચ વધી શકે છે. તેથી તમારે આ સમયમાં બજેટનું ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત શુભ રહેશે. લગ્ન જીવન મધૂર રહેશે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.