Guru Vakri 2023: 4 સપ્ટેમ્બરથી ગુરૂ ગ્રહ ચાલશે ઉલ્ટી ચાલ, ચમકાવશે આ જાતકોનું ભાગ્ય
Guru Vakri 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે. આ સિવાય ગ્રહ માર્ગી અને વક્રી ચાલથી ચાલતા પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. જ્યારે પણ ગ્રહોના રાશિ પરિવર્તન કે ચાલમાં ફેરફાર થાય તો દરેક રાશિના જાતકો પર તેનો સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ પડે છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગુરૂ ગ્રહને શુભ અને સાત્વિક ગ્રહ માનવામાં આવે છે. ગુરૂ ગ્રહને વૈભવ, જ્ઞાન, શિક્ષણ, એશ્વર્ય અને સમૃદ્ધિની કારક ગ્રહ માનવામાં આવે છે. તેવામાં જ્યારે પણ ગુરૂ ગ્રહ પોતાની ચાલમાં ફેરફાર કરે છે તો તેનો વ્યાપક પ્રભાવ વ્યક્તિઓના જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે ગુરૂ ગ્રહ 4 સપ્ટેમ્બર 2023ના વક્રી થવાના છે. ગુરૂના વક્રી થવાથી દરેક રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ જરૂર પડશે. ગુરૂ ગ્રહના મેષ રાશિમાં રહેતા વક્રી થવું કેટલાક જાતકોને ધન લાભ, કરિયરમાં પ્રગતિ અને કારોબારમાં સારો નફો કરાવી શકે છે. આવો જાણીએ કઈ રાશિઓ ભાગ્યશાળી છે.
4 સપ્ટેમ્બરે જ્ઞાન અને વૈભવ પ્રદાન કરનાર ગુરૂ ગ્રહનું વક્રી થવું કર્ક રાશિના જાતકો માટે સારો સંકેત માનવામાં આવી રહ્યું છે. લાભના અવસરો મળશે. ગુરૂ ગ્રહ તમારી રાશિથી કર્મ ભાવમાં વક્રી થશે તેવામાં આ રાશિના જાતકોને કાર્યક્ષેત્ર અને કરિયરમાં સફળતા પ્રાપ્ત થશે. આપસી સંબંધોમાં પહેલા કરતા સારૂ પરિવર્તન જોવા મળશે. જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને નવી તક મળશે. વેપારીઓને સારો નફો થઈ શકે છે. નાણાની બચત થવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે.
સિંહ રાશિના જાતકો માટે ગુરૂ ગ્રહનું વક્રી થવું ખુભ ભાગ્યશાળી રહેશે. અટવાયેલા કામ જલદી પૂરા થશે. ભાગ્યનો સાથ મળશે. ધર્મ-કર્મમાં આસ્થા વધશે. તમારા દ્વારા બનાવવામાં આવેલી યોજના જરૂર સફળ થશે. નોકરી માટે પ્રયાસ કરી રહેલા જાતકોને નોકરી મળી શકે છે. સંતાન તરફથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા છે તેને શાનદાર લાભ મળી શકે છે.
મીન રાશિના જાતકો માટે ગુરૂ ગ્રહનું વક્રી થવું કોઈ વરદાનથી ઓછું નથી. ગુરૂ ગ્રહ તમારી રાશિના ધન ભાવમાં વક્રી થઈ રહ્યાં છે. તમને અચાનક ધનલાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં પણ સારો સુધાર જોવા મળશે. ઘણી જગ્યાએથી ધનની પ્રાપ્તિ થવાથી તમારૂ બેન્ક બેલેન્સ વધશે. માન-સન્માનમાં વધારો થઈ શકે છે.