98 દિવસ બાદ ગુરૂની ઉલટી ચાલ, વર્ષ 2025 સુધી આ જાતકોના ભાગ્યના સિતારા ચમકશે, ધનલાભ સાથે થશે પ્રગતિ
દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને નવગ્રહમાં સૌથી જરૂરી અને ભાગ્યશાળી ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહને સુખ-સંદા, વિકાસ, જ્ઞાન, સ્વાસ્થ્ય, આધ્યાત્મિક, શિક્ષણ, સંતાનની સાથે સૌભાગ્ય અને ખુશીનો કારક માનવામાં આવ્યો છે. આ સાથે કુંડળીમાં તેની સ્થિતિ સારી થવાથી જાતકને સંતાન સુખની સાથે ઉચ્ચ શિક્ષણ, વિદેશ યાત્રાઓ, બિઝનેસમાં અપાર લાભની સાથે સમાજમાં માન-સન્માન મળે છે. તેથી ગુરૂના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારે જરૂર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે ગુરૂ બૃહસ્પતિ શુક્રની રાશિ વૃષભમાં બિરાજમાન છે અને વર્ષ 2025 સુધી આ રાશિમાં રહેશે. તેવામાં ગુરૂની સ્થિતિમાં કોઈને કોઈ પ્રકારે ફેરફાર થતો રહેશે.
નોંધનીય છે કે 9 ઓક્ટોબર 2024ના સવારે 10 કલાક 1 મિનિટ પર વૃષભ રાશિમાં વક્રી થઈ જશે અને આગામી વર્ષ 4 ફેબ્રુઆરી 2025ના બપોરે 1 કલાક 45 મિનિટમાં આ અવસ્થામાં રહેશે અને પછી માર્ગી થઈ જશે. ગુરૂની ઉલટી ચાલથી કેટલાક જાતકોને લાભ મળશે. આવો જાણીએ ગુરૂની વક્રી ચાલથી કયાં જાતકોને ફાયદો થવાનો છે.
ધન રાશિના જાતકો માટે ગુરૂનું વક્રી ચાલમાં ભ્રમણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ રાશિના છઠ્ઠા ભાવમાં ગુરૂ વક્રી થઈ રહ્યાં છે. તેવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. લાંબા સમયથી અટવાયેલા પૈસા પરત મળશે. આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે બિઝનેસમાં અપાર સફળતાની સાથે ધનલાભ મળશે. કરિયરના ક્ષેત્રમાં ખુબ લાભ થવાનો છે. નવી નોકરી શોધી રહેલા લોકોને સફળતા મળી શકે છે. આ સાથે તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. સ્વાસ્થ્ય પણ સારૂ રહેવાનું છે.
આ રાશિના દસમાં ભાવમાં ગુરૂ વક્રી થવાના છે. તેવામાં આ જાતકોને શુભ ફળ મળશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આ સાથે સમાજમાં માન-સન્માનમાં વધારો થશે. પદ-પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. પિતા તથા ગુરૂઓનો સહયોગ મળશે, જેનાથી તમે તમારૂ લક્ષ્ય હાસિલ કરી શકશો. આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી સારી કમાણી કરશો અને ભવિષ્ય માટે બચત કરવામાં પણ સફળ થશો. પરંતુ નિર્ણય ક્ષમતામાં કમી જોવા મળી શકે છે. તેવામાં ખુબ નિર્ણય લેતા પહેલા કોઈ સાથે ચર્ચા કરો, બાકી તમારા હાથમાંથી મોટી તક જઈ શકે છે.
આ રાશિમાં ગુરૂ અગિયારમાં ભાવમાં વક્રી થઈ રહ્યાં છે. તેવામાં આ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોમાં સફળતા મળી શકે છે. અટવાયેલા પૈસા પરત મળશે. આ સાથે ઉચ્ચ શિક્ષણ મેળવવાની ઈચ્છા પૂરી થઈ શકે છે. વિદેશ જવાનું સપનું જોઈ રહેલા જાતકોને લાભ મળી શકે છે. પરિવારની સાથે સમય પસાર થશે. ધાર્મિક કાર્યોમાં પણ તમારા ખર્ચ થશે. પરંતુ તેનાથી તમને સંતુષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.