હાર્દિક પંડ્યા, વરુણ ધવન જેવી હસ્તીઓ રોજ ભૂલ્યા વગર કરે છે આ 7 યોગાસન, ખાસ જાણો તેના ફાયદા

Wed, 10 Apr 2024-11:03 am,

આ આસન બેસવાની મુદ્રા છે. જે ધ્યાન માટે ખુબ સારી છે. આ કરવા માટે બંને પગને એકબીજા ઉપર રાખીને બેસો અને કરોડ એકદમ ટટ્ટાર રાખો. હાથને ઘૂંટણ કે જાંઘ પર રાખો. આંખ બંધ કરો અને શ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરો. 

આ આસન શરીરને લચીલું બનાવે છે તથા પેટની માંસપેશીઓને મજબૂત કરે છે. આ કરવા માટે સીધા સૂઈ જાઓ અને પગને વાળીને ઘૂંટણને કૂલા પાસે લઈ જાઓ. હાથને વાળીને જમીન પર રાખો. હવે શ્વાસ લઈને કૂલ્લાને ઉપર ઉઠાવો અને શરીરને એક ચક્રની જેમ બનાવો. થોડી પળો માટે આ મુદ્રામાં રહો અને શ્વાસ છોડતા છોડતા યથાસ્થિતિ પર આવી જાઓ.   

આ યોગાસનોનો એક સમૂહ છે જે સમગ્ર શરીરને વ્યાયામ કરાવે છે. આ કરવા માટે 12 આસનોને વારાફરતી કરવામાં આવે છે. સૂર્યનમસ્કાર કરવાથી શરીરને ઉર્જા મળે છે, પાચનક્રિયા સારી થાય છે અને તણાવ ઓછો થાય છે. 

આ આસન હાથ, ખભા, અને પીઠના સ્નાયુઓને મજબૂત કરે છે. આ આસન કરવા માટે પુશઅપ મુદ્રામાં આવો, હવે કોણીને વાળીને શરીરને નીચે લાવો. થોડી પળો માટે આ મુદ્રામાં રહો અને ધીરે ધીરે ઉપર આવો. 

આ પ્રાણાયમ મનને શાંત કરવા અને તણાવનો ઓછો કરવા માટે ખુબ સારો છે. આ કરવા માટે આંખ બંધ કરો, હવે નાકથી ઊંડો શ્વાસ  લો અને શ્વાસ છોડતી વખતે ભ્રમ એટલે કે મધમાખી જેવો અવાજ કરો. 

આ આસન સંતુલન અને એકાગ્રતા વધારવા માટે ખુબ સારુ છે. તેને કરવા માટે વૃક્ષની મુદ્રામાં આવો અને હવે ધીરે ધીરે આગળ ઝૂકો  અને હાથને જમીન પર લઈ જાઓ. થોડી સેકન્ડ માટે આ મુદ્રામાં રહો અને ધીરે ધીરે ઉપર આવો. 

આ આસન કરોડના મણકાને લચીલા બનાવે છે અને છાતી ખોલે છે. આ આસન કરવા માટે ઘૂંટણીએ બેસો અને પગને પાછળની બાજુ ફેલાવો, હવે ધીરે ધીરે પાછળની બાજુ નમો અને માથાને જમીન પર લઈ જાઓ. થોડી પળો માટે આ મુદ્રામાં રહો અને ધીરે ધીરે ઉપર આવો. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link