આ વસ્તુઓ ખાવાથી ખૂબ જ થાય છે Hair Fall, ખાતા હોય તો આજથી જ બદલો આદત
માછલીમાં મર્કરી હોય છે તેથી જો તમે તેનું સેવન વધારે પ્રમાણમાં કરો છો તો તમને વાળ ખરવાની વકરી શકે છે. જો તમને પહેલાથી જ વાળ ખરવાની સમસ્યા છે તો માછલીનું સેવન કરવાનું ટાળો.
આલ્કોહોલના વધુ પડતા સેવનના કારણે પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે, તેથી તેનું સેવન પણ ટાળવું જોઈએ.
જંક ફૂડ ખાવાથી શરીરને નુકસાન થાય છે. જો તમે જંક ફૂડનું સેવન વધુ કરો છો તો વાળ ખરવાની સમસ્યા વધી જાય છે.
ઈંડાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. પરંતુ ઈંડાના સફેદ ભાગને ખાવાથી વાળ ખરવાની ફરિયાદ થઈ શકે છે. કારણ કે તેને ખાવાથી શરીરમાં બાયોટિનની ઉણપ સર્જાઈ શકે છે.
ઘણા લોકોને કોલ્ડડ્રીક્સ અને સોડા પીવાનો ભારે શોખ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તેનું વધુ પડતું સેવન કરવાથી વાળ ખરવા લાગે છે?
વધુ મીઠાઈ ખાવાથી ડાયાબિટીસ અને સ્થૂળતાની સમસ્યા થવાની સાથે વાળ ખરવાની સમસ્યા પણ વધી જાય છે.