Hair Health: નાભિમાં 2 તેલ લગાવવાથી વાળને થાય છે અદ્ભુત ફાયદા, જાણો સમય અને રીત
તમે ઘણા લોકોને સફેદ વાળની સમસ્યાનો સામનો કરતા જોયા હશે. સફેદ વાળ દૂર કરવા લોકો ઘણા પ્રયોગો કરે છે. આવો અમે તમને વાળ મજબૂત અને કાળા કરવાના ઉપાયો જણાવી રહ્યાં છીએ.
અમે તમને વાળમાં તેલ લગાવવા સિવાય નાભિમાં તેલ લગાવવાના ઉપાય વિશે જણાવી રહ્યાં છીએ, જેનાથી વાળ સારા રહે છે. તમે તેને લગાવશો તો 15 દિવસમાં તેની અસર જોવા મળશે.
વાળની સમસ્યાને લઈને એક સૌથી મોટુ કારણ હોય છે બ્લડ સર્કુલેશન અને ન્યૂટ્રિએન્ટ્સની કમી. તેનાથી વાળ નબળા થાય છે અને ઝડપથી ખરવા લાગે છે. વાળમાં ડેન્ડ્રફની સમસ્યા આવે છે.
સરસવના તેલમાં વિટામિન અને ખનિજોની ભરપૂર માત્રા હોય છે. તે તમારા વાળને સાઇની બનાવવા માટે ખુબ મદદગાર છે. તે વાળને કાળા કરે છે અને ડેન્ડ્રફ પણ દૂર કરે છે.
સરસવના તેલથી નાભિમાં માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સારૂ થાય છે. તે વાળને મુલાયમ બનાવે છે. જો તમે દરરોજ સરસવના તેલથી માલિશ કરો છો તો તમારા વાળની ચમક વધી જશે. આ તમારે રાત્રે કરવાનું છે.
બદામના તેલમાં વિટામિન ઈ, મેગ્નીશિયમ અને પોટેશિયમ હોય છે, જે વાળ માટે ખુબ લાભકારી છે. માથામાં બદામનું તેલ નાખવાના ફાયદા તો તમે જાણતા હશો. પરંતુ નાભિમાં બદામનું તેલ લગાવવાથી પણ જોરદાર ફાયદા મળે છે.
જો તમે દરરોજ સૂતા પહેલા કે સ્નાન કર્યા બાદ નાભિ પર બદામનું તેલ લગાવી માલિશ કરો છો તો મારા વાળ કાળા અને લાંબા થઈ જશે. તેનાથી રોગ થવાની આશંકા પણ ઘટી જશે.
Disclaimer: ઘરેલું નુસ્ખા અને સામાન્ય માહિતીના આધારે આ જાણકારી આપવામાં આવી છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.