Haldi Dudh: હળદરવાળું દૂધ પીવાથી વધી જાય છે આ 5 તકલીફો, તમને હોય તો આ દૂધ પીવાનું ટાળજો
જે લોકોને પાચન સંબંધિત તકલીફ રહેતી હોય તેમણે આ સ્થિતિમાં હળદર વાળું દૂધ પીવાનું ટાળવું. હળદર વાળું દૂધ પીવાથી પેટ ફુલવાથી લઈને અપચો અને ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઘણા લોકોને દૂધ અને હળદર મિક્સ કરીને પીવાથી સ્કીન પર એલર્જી થઈ જાય છે. જો આવું થતું હોય તો હળદર વાળું દૂધ પીતા પહેલા એક્સપર્ટ ની સલાહ લેવી.
ગોલ્ડ બ્લેડર સંબંધિત તકલીફ હોય તો હળદરવાળું દૂધ પીવાથી બચવું. હળદર પિત્ત શરીરમાં વધારે છે. હળદર વાળું દૂધ પીવાથી અસુવિધા વધી શકે છે. સાથે જ પિત્તાશયની સમસ્યા પણ વધી જાય છે.
કિડની સંબંધિત સમસ્યા હોય એવા લોકોએ પણ હળદર વાળું દૂધ પીવાનું ટાળવું. જો હળદર વાળું દૂધ પીવામાં આવે તો પથરી જેવી તકલીફ વધી જાય છે.
જે લોકોને શરીરમાં રક્તની ઉણપ હોય એટલે કે એનિમિયા હોય તેમણે પણ હળદર વાળું દૂધ ન પીવું. હળદર શરીરની આયરનને અવશોષિત કરવાની ક્ષમતા ઘટાડે છે. જેના કારણે શરીરમાં આયરનની ખામી સર્જાય છે.