Pics: વ્હાલસોયી માટે ચંદ્રમા પર 1 હેક્ટર જમીન ખરીદી જન્મદિવસની આપી ભેટ, જાણો- કેટલા પૈસા ચૂકવ્યા?

Thu, 10 Aug 2023-11:01 am,

તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા.... તાજેતરની બોલિવૂડ મૂવીનું આ ગીત સુપરહિટ રહ્યું હતું. જો કે, હિમાચલ પ્રદેશના એક વકીલ તેમની પુત્રી માટે ચંદ્ર તો લાવી શક્યા નથી, પરંતુ તેમણે પુત્રી માટે ચંદ્રનો ટુકડો ચોક્કસ ખરીદ્યો છે. એડવોકેટ અમિત શર્માએ આ જમીનનો ટુકડો તેમની પુત્રીને તેના જન્મદિવસ પર ભેટમાં આપ્યો છે.  

હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના વકીલે પોતાની ચાંદ જેવી દીકરી માટે  ચંદ્ર પર જમીન ખરીદી છે. મોટી દીકરી તનિષા શર્માને તેના 18માં જન્મદિવસે ચંદ્ર પર એક હેક્ટર જમીન ભેટમાં આપવામાં આવી છે.  

એડવોકેટ અમિતે તેમની પુત્રીના જન્મદિવસ પર અલગ ભેટ આપવાનું વિચાર્યું, તેથી તેમણે ચંદ્ર પર જમીન ખરીદી અને પુત્રીને ભેટમાં આપી. ચંદ્ર પર જમીન ખરીદ્યા બાદ અમિત ખુશી  મહેસૂસ કરી રહ્યો છે.

અમિત કુમારે જણાવ્યું કે મોટી દીકરી તનિષા શર્માના નામે તેમણે અમેરિકાના લોસ એન્જલસની લુના સોસાયટી ઈન્ટરનેશનલ પાસેથી ચંદ્ર પર એક હેક્ટર જમીન ખરીદી છે. તેમણે કહ્યું કે તેણે યુએસએની એક કંપની પાસેથી જમીન ખરીદી છે અને એક હેક્ટર જમીન માટે ત્રણસો ડોલર ખર્ચ્યા હતી.

તેમણે કહ્યું કે તેમણે આવું માત્ર તેમની દીકરીને અલગ ગિફ્ટ આપવાની ઈચ્છાથી કર્યું છે. તેમણે કહ્યું કે હવે મારી દીકરી પૃથ્વી પરથી જ જોઈ શકે છે કે મારી જમીન પણ ચંદ્ર પર છે. અમિત શર્માએ કહ્યું કે તેણે 4 જુલાઈએ અરજી કરી હતી અને પૈસા ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યા હતા.  

એડવોકેટ અમિતે જણાવ્યું કે બાદમાં તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ જમીન ખરીદવાની રજિસ્ટ્રી કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગે છે. આજે ISRO ચંદ્ર પર પહોંચી ગયું છે, તો ભવિષ્યમાં લોકો ત્યાં પણ જશે, એટલા માટે તેમણે જમીન ખરીદી છે.

અમિત શર્માએ જણાવ્યું કે દીકરી તનિષા શર્મા ચંદીગઢમાં અભ્યાસ કરે છે અને આ દિવસોમાં ક્લાસ ચાલુ હોવાને કારણે તેના જન્મદિવસ પર પણ ઘરે આવી શકી નથી. હાલ સમગ્ર મામલો ચર્ચામાં છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link