રામભક્ત હનુમાનને કેમ આવ્યો ભગવાન શ્રી રામ પર ગુસ્સો? વાંચો રામાયણની આ રોચક કથા

Sat, 22 May 2021-2:11 pm,

થયું એવું કે પ્રભુ શ્રીરામે નિશ્ચય કર્યો કે જ્યાં સુધી નલ-નીલ સાગર પર પુલ બાંધી રહ્યા છે ત્યાં સુધી મહાદેવનું વિધિવત પૂજન કરી લઉ અને યુદ્ધ માટે વિજયનો આશીર્વાદ માંગી લઉ. આની સાથે જ તેઓ ત્યાં શિવલિંગની સ્થાપના કરવા ઈચ્છતા હતા જેથી ભગવાનના સાક્ષાત દર્શન થાય અને આવવા વાળા યુગોમાં પણ શ્રદ્ધાળુઓનું કલ્યાણ થાય.  

આ વિચારથી શ્રીરામે ગણેશજીની સ્થાપના કરી અને નવગ્રહોની નવ પ્રતિમાઓ નલના હાથેથી સ્થાપિત કરાવી. ત્યારબાદ શ્રીરામે વીર હનુમાનજીને બોલાવીને કહ્યું 'કાશી જઈને મહાદેવ શિવ પાસે જઈને શિવલિંગ માંગીને લાવો પણ જોજો મુહૂર્ત વીતી ના જાય'

હનુમાનજી ક્ષણભરમાં કાશી પહોંચી ગયા. ભગવાન શંકરે કહ્યું, 'હું પહેલેથી જ દક્ષિણ જવાના વિચારમાં હતો, કેમકે અગસ્ત્યજી વિંધ્યાચલ નીચો કરવા માટે અહીંથી જતા તો રહ્યા પણ એમને મારાથી અલગ થવાનું ખૂબ દુઃખ છે. તે હજુ પણ મારી રાહ જોઈ રહ્યા છે.

હનુમાન શિવલિંગ લઈને તો ચાલ્યા પરંતુ આ વખતે તેમની ઉડાનમાં ભક્તિ નહીં પરંતુ ગર્વ લાગતો હતો. જે મુખમાંથી જય શ્રીરામથી વધુ કઈ નીકળતું ન હતું માયાના પ્રભાવથી મુખમાંથી એ પણ નીકળી ગયું કે મુહૂર્ત પહેલાં હું પહોંચી જ જઈશ અને નહીં પહોંચી શકુ તો મુહૂર્ત રોકી લઈશ.

અહીં, શ્રી રામના મનમાં ભક્તની આ સ્થિતિની જાણકારી થઈ ગઈ. તેમને ઋષિઓને કહ્યું કે હવે તો મુહૂર્તનો સમય જતો રહેશે. શું કરૂ. ત્યારે ઋષિઓએ કહ્યું કે સાગરના પાણીથી ભીની રેતને શિવલિંગનો આકાર આપીને પૂજન કરો. ત્યારે તેમણે બાલુકામય લિંગની સ્થાપના કરી.

પૂજન પછી શ્રીરામે ઋષિઓનું પણ પૂજન કર્યું અને તેમને દિવ્ય દક્ષિણા આપી. હવે હનુમાનજી સાગરના કિનારે પહોંચ્યા તો જાણવા મળ્યું કે સ્થાપના અને પૂજન થઈ ચૂક્યા છે. તેઓ વિચારવા લાગ્યા'જુઓ શ્રીરામે વ્યર્થનો શ્રમ કરાવીને  મારી સાથે આ તે કેવો વ્યવહાર કર્યો છે.' હનુમાનજી શ્રીરામ પાસે પહોંચ્યા અને તેમનો ગુસ્સો બતાવ્યોને કહેવા લાગ્યા કે કાશી મોકલીને શિવલિંગ મંગાવીને મારો ઉપહાસ કરવામાં આવી રહ્યો છે? જો તમારા મનમાં આ જવાત હતી તો મારી પાસે વ્યર્થમાં શ્રમ કેમ કરાવ્યો?

શ્રીરામે કહ્યું મુહૂર્તનો સમય વીતી ના જાય તે માટે આમ કરવું પડ્યું, બસ હવે થાળી પળોમાં મુહૂર્ત વીતી જશે, તમે ઝડપથી એવું કરો કે બાલુનું શિવલિંગ તોડીને તમે લાવેલા શિવલિંગની સ્થાપના કરી દો.

ઠીક છે કહીંને પોતાની પૂંછમાં લપેટીને હનુમાનજીએ શિવલિંગને જોરથી ખેચ્યું. પણ આ શું શિવલિંગ ટસનું મસ ના થયું અને હનુમાનજીને ઝટકો લાગ્યો. હનુમાનજી બેભાન થઈને ગયા.

સ્વસ્થ થવા પર હનુમાનજીનું અભિમાન તૂટી ગયું, તે બધુ જ સમજી ગયા. તેમણે જણાવ્યું, જેમનું નામ લખેલા પથ્થરો સાગરમાં તરી રહ્યા છે તેમના હાથેથી બનાવેલું બાલુનું પિંડ શું તૂટી શકવાનું હતું. મારા અભિમાનને ક્ષમા આપો. ભક્તને ફરી શુદ્ધ મનમાં બદલાતા જોઈ શ્રીરામે હનુમાનને ક્ષમા આપી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link