Happy Bhavsar Death: અચાનક સૌ કોઈને છોડીને ચાલી ગઈ આ ગુજરાતી અભિનેત્રી, અમદાવાદ સાથે છે ખાસ સંબંધ

Thu, 25 Aug 2022-10:24 am,

હેપ્પીના નામની પાછળ પણ એક નાનકડી સ્ટોરી છે. હેપ્પી કહે છે કે હું જન્મી ત્યારે રડતી નહોતી એટલે ડોક્ટર્સે ખૂબ પ્રયત્ન કર્યા, આખરે ચૂંટણી ખણી અને હું રડી. ત્યારે ડોક્ટર્સે પપ્પાને કહ્યું હતું Your Child is so Happy. બસ ત્યારે મારા મમ્મી પપ્પાએ હેપ્પી નામ પાડ્યું.

 

હેપ્પી ભાવસારે સ્કૂલનો અભ્યાસ અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી વિશ્વભારતી સ્કૂલમાંથી કર્યો છે. હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ શ્યામલીથી કર્યો. 'શ્યામલી' લવ ટ્રાયેંગલ બેઝ્ડ હતી, જો કે તેમાં હેપ્પીનું પાત્ર 'લજ્જા' ઘર ઘરમાં જાણીતું બન્યું. 

શ્યામલી બાદ હેપ્પી મારા સાજણજી, મારી પાનખર ભીંજાઈ જેવી સિરીયલ્સ કરી ચૂક્યા છે. તો રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક 'પ્રિત પિયુને પાનેતર'ના 500થી વધુ શો કરી ચૂક્યા છે.

હેપ્પી ભાવસારે એક્ટિંગની શરૂઆત પણ એચ. કે. આર્ટ્સ કોલેજથી જ કરી. તે સમયે એચ. કે કોલેજમાં સૌમ્ય જોશી નાટક કરાવતા હતા, હેપ્પી ભાવસારે તેમની સાથે નાટકો કરવાની શરૂઆત કરી.

રસપ્રદ વાત એ છે કે હેપ્પી ભાવસારને આર્ટ્સમાં રસ હતો, તેમ છતાંય ફ્રેન્ડઝ સાથે રહેવા માટે તેમણે 11-12નો અભ્યાસ કોમર્સમાં કર્યો. જો કે આખરે પિતાના સમજાવ્યા બાદ તેમણે ગ્રેજ્યુએશન આર્ટ્સમાં કર્યું.

એક ઈન્ટરવ્યૂમાં હેપ્પીએ કહેલુંકે,'પપ્પાએ મને કહ્યું હતું કે આ કરિયર છે, અહીં પ્રેક્ટિકલ વિચારવું પડે. આખરે પપ્પા મને એચ. કે કોલેજો જોવા લઈ ગયા. ત્યાંના હોલ, લાઈબ્રેરી, ઓડિટોરિયમ જોયા બાદ મને ગમ્યું અને મેં ત્યાં એડમિશન લીધું.'

હેપ્પી ભાવસારને ગ્રેજ્યુએશન દરમિયાન જ 'મહાત્મા બોમ્બ' નાટક માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો. 

હેપ્પીનું કહેવું છે કે,'આ એવોર્ડે મારા માટે પમ્પનું કામ કર્યું અને એક્ટિંગમાં હું આગળ વધતી ગઈ.' ગ્રેજ્યુએશન બાદ હેપ્પી ભાવસાર ગૂજરાત વિદ્યાપીઠમાંથી ઓડિયો વિઝ્યુઅલ અને ગુજરાત કોલેજમાંથી ડ્રામેટિક્સની ડિગ્રી મેળવી ચૂક્યા છે.

હેપ્પી ભાવસારે જાણીતા ગુજરાતી એક્ટર, આરજે મૌલિક નાયક સાથે લગ્ન  કર્યા છે. હેપ્પી મૌલિક નાયક થવું એને હેપ્પી પોતાના જીવનની સૌથી રસપ્રદ ઘટના ગણાવે છે. સાથે જ તેમની લવસ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ રહી છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે 'પ્રિત પિયુને પાનેતર'માં હેપ્પી ભાવસારે જે મંગળાનું પાત્ર ભજવ્યું છે, તે એક સમયે તેમના મમ્મી પણ ભજવતા હતા. આ સિરિયલ અને નાટકો બાદ હેપ્પી ભાવસારે વિજયગિરી બાવાની ફિલ્મ 'પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર'થી ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ ફિલ્મ માટે તેમને ટ્રાન્સમીડિયાનો બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલનો એવોર્ડ મળ્યો છે. તો વિજયગિરી બાવા સાથે જ હેપ્પી 'મહોતું' નામની શોર્ટ ફિલ્મ કરી ચૂક્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link