લવમેકિંગ સીન બાદ પૂજા બેદી અને આમિર ખાન જતા રહ્યાં હતા રૂમમાં, અડધા કલાક બાદ ખુલ્યો હતો દરવાજો
આમીરખાન, શાહરૂખ અને સલમાન ખાનની ત્રિપુટી આજે બોલિવૂડમાં ટોપના સ્ટાર ગણાય છે. આજે ભલે ઈમરાન હાશ્મીને સિરિયલ કિસર કહેવામાં આવે છે, પરંતુ આમિર ખાન કિસિંગનો બાદશાહ રહ્યો છે. આમિરે ઘણી ફિલ્મોમાં હિરોઈન સાથે કિસિંગ સીન કર્યા છે. આમિરે 'રાજા હિન્દુસ્તાની'માં કરિશ્મા કપૂર સાથે લિપ-લૉક કર્યું હતું, આ પહેલાં પણ તે 'દિલ' ફિલ્મમાં માધુરી દીક્ષિત સાથે કિસિંગ સીન કરી ચૂક્યો હતો. એટલું જ નહીં, તેણે ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'માં પૂજા બેદી સાથે કિસિંગ સીન પણ કર્યો હતો. પરંતુ બીજી ફિલ્મમાં આ જ અભિનેત્રી સાથે લવમેકિંગ સીન કરતી વખતે આમિરની હાલત ખરાબ થઈ ગઈ. પૂજા બેદીએ પોતે થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં આખી વાત કહી હતી. ફિલ્મમાંથી કિસિંગ અને લવમેકિંગ સીન હટાવી દેવાયા હતા.
આ ફિલ્મનું નામ 'આતંક હી આતંક' હતું, જે વર્ષ 1995માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જુહી ચાવલા અને રજનીકાંત પણ હતા. તે સમયે આમિરે ઘણી ફિલ્મોમાં ઘણા બધા કિસિંગ અને લિપલોક સીન કર્યા હતા, જેના કારણે તેને કિસિંગ કિંગનો ટેગ મળ્યો હતો. પરંતુ જ્યારે પૂજા બેદી સાથે લવમેકિંગ સીનની વાત આવી ત્યારે તે નર્વસ થઈ ગયો હતો.
આમિર ખાન જ નહીં પરંતુ પૂજા બેદીની પણ હાલત ખરાબ થઈ ગઈ હતી. તે ખૂબ જ નર્વસ થઈ ગઈ. પૂજા બેદીએ 'વાઈલ્ડફિલ્મ્સ ઈન્ડિયા'ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેણે 'આતંક હી આતંક'માં આમિર સાથે લવસીન બાદ તેની હાલત ખરાબ થી ગઈ હતી.
પૂજા બેદી અને આમિર વચ્ચેનો આ સીન વરસાદમાં શૂટ થવાનો હતો. તે સમયે સેટ પર 100 લોકો હાજર હતા. પૂજા બેદીએ કહ્યું હતું કે ઘણા લોકોની હાજરીમાં આ સીન કરતી વખતે તે અને આમિર એકદમ નર્વસ હતા. જોકે, બાદમાં તે સીન ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
આતંક હી આતંકર ફિલ્મમાં આમિર ખાન અને પૂજા બેદી એક રૂમમાં ગયા અને ત્યાં અડધો કલાક માથું નમાવીને ચૂપચાપ બેસી રહ્યા અને કંઈ બોલ્યા નહીં. બાદમાં આમિરે પૂજા બેદીને પૂછ્યું કે શું તે ચેસ રમશે? પૂજા બેદીને લાગ્યું કે આ એક સારો વિચાર છે જેથી જે વિચિત્ર પરિસ્થિતિ ઊભી થઈ હતી.
આમિર ખાન અને પૂજા બેદીએ આ લવમેકિંગ સીન રીટેક કરવાનો ઇનકાર કર્યો હતો અને પછી તેને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. પૂજાએ કહ્યું હતું કે ફિલ્મ લાંબી થઈ રહી હોવાથી તે સીન હટાવી દેવામાં આવ્યો હતો.