કાર્તિક આર્યન નથી સાચું નામ, બોલિવૂડના આ સ્ટારનું ઓરિજિનલ નામ છે...

Fri, 22 Nov 2019-11:22 am,

કાર્તિકે અભ્યાસ દરમિયાન જ મોડલિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે તેણે પોતાના માતાપિતાને આ વાતની જાણ પહેલી ફિલ્મ સાઇન કરી લીધી એ પછી જ કરી હતી. 

હાલમાં સારા અને કાર્તિકના બ્રેકઅપના સમાચાર પણ આવ્યા હતા. જોકે કાર્તિકે આ વિશે કંઈ પણ કહેવાનું પસંદ નહોતું કર્યું. 

 

કાર્તિક પોતાની રિલેશનશીપને કારણે પણ ચર્ચામાં છે. તેનું નામ સારા અલી ખાન અને અનન્યા પાંડે સાથે જોડવામાં આવે છે. 

કાર્તિકના ચાહકોનું કહેવું છે કે તેણે અલગઅલગ પ્રકારની ફિલ્મો કરવી જોઈએ. 

કાર્તિકે પોતાની પહેલી ફિલ્મ પ્યાર કા પંચનામાથી દર્શકો વચ્ચે પોતાની ખાસ જગ્યા બનાવી લીધી હતી. આ પછી તેની સોનુ કે ટીટુ કી સ્વીટી અને લુકા છિપી જેવી ફિલ્મો લોકોને પસંદ પડી છે. 

કાર્તિક પોતાની ફિલ્મના પ્રચારમાં વ્યસ્ત છે. તે સતત અનન્યા અને ભૂમિ સાથે જોવા મળે છે.

કાર્તિક પોતાની આગામી ફિલ્મ પતિ, પત્ની ઔર વો માટે બહુ ઉત્સાહિત છે.

જોકે કાર્તિકની ફિલ્મ પસંદગી પર પ્રશ્નાર્થ લાગ્યો છે. લોકો ચર્ચા કરી રહ્યા છે કે લુકાછિપી તેમજ પતિ, પત્ની ઔર વોમાં તેનો રોલ એક સરખો છે. 

કાર્તિકનો જન્મ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો છે અને તેનું નામ કાર્તિક તિવારી છે. તેણે મુંબઈની ડી. વાય.કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી છે અને એક્ટર બનવા પોતાનું નામ બદલાવીને કાર્તિક આર્યન કરી નાખ્યું છે. 

કાર્તિકને દોસ્તાના 2 અને લવ આજકલ 2થી બહુ આશા છે. આ ફિલ્મોમાં તે અનુક્રમે જાન્હવી કપૂર અને સારા અલી ખાન સાથે જોવા મળશે.

ફિલ્મમાં કાર્તિક આર્યન સાથે અનન્યા પાંડે તેમજ ભૂમિ પેડનેકર છે. આ ફિલ્મનું ગીત અખિયોં કે ગોલી મારે લોન્ચ થઈ ગયું છે જેને પસંદ કરવામાં આવી રહ્યું છે. 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link