આ અભિનેતાના લીક થયેલા બેડરૂમ PHOTOS એ મચાવ્યો હતો હંગામો, વિકાસ ગુપ્તાને કરી ચૂક્યો છે ડેટ

Fri, 11 Mar 2022-4:28 pm,

પાર્થ સમથાન ટીવીના એવા સિતારાઓમાંથી એક છે જેની પર્સનલ લાઈફ વિવાદોથી ભરેલી છે. પાર્થ સમથાનની લવ લાઈફ પણ ખુબ વિવાદાસ્પદ રહી. પાર્થ બિગ બોસ 11 ના સ્પર્ધક રહી ચૂકેલા વિકાસ ગુપ્તાને ડેટ કરી ચૂક્યો છે. પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાની અંગત જિંદગીના કિસ્સા બધાને ખબર છે. વર્ષો પહેલા સોશિયલ મીડિયા પર વિકાસ ગુપ્તા અને પાર્થ સમથાનની કેટલીક તસવીરોએ જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. આ વિવાદિત તસવીરો લીક થયા બાદ પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાની ઈમેજ ખુબ ખરાબ થઈ હતી. અમારી સહયોગી વેબસાઈટ બોલીવુડ લાઈફના આ રિપોર્ટમાં બંનેના સંબંધો અંગે કેટલીક ખાસ વાતો જણાવવામાં આવી છે. 

વિકાસ ગુપ્તાએ ટીવી શો કેસી યે યારિયા પ્રોડ્યૂઝ કર્યો હતો. શોના સેટ પર પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાની પહેલી મુલાકાત થઈ હતી. થોડા સમયમાં બંનેની સારી દોસ્તી થઈ ગઈ. 

થોડા સમયમાં જ પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાનો સંબંધ ગાઢ થવા લાગ્યો. જલદી બંનેની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ. 

આ દરમિયાન પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાના કેટલાક બેડરૂમ ફોટાએ સોશિયલ મીડિયાને હચમચાવી નાખ્યું. આ ફોટામાં બંનેની કેમિસ્ટ્રી સ્પષ્ટ જોવા મળી. આ આપત્તિજનક તસવીરોએ ટીવી જગતને હચમચાવી નાખ્યું હતું. આ તસવીરોના કારણએ પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાની ખુબ બદનામી પણ થઈ. 

વિકાસ ગુપ્તાએ ક્યારેય પોતાના અને પાર્થ સમથાન વચ્ચેના સંબંધને છૂપાવવાની કોશિશ કરી નથી. અનેકવાર વિકાસ ગુપ્તા તેની અને પાર્થની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ચૂક્યો છે. અલગ થયા બાદ વિકાસ ગુપ્તાએ પાર્થને બધાની સામે ધમકી પણ આપી હતી. 

આ દરમિયાન પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાએ એક બીજા સાથે ઘણો સમય પસાર કર્યો. પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તા અનેક ઈવેન્ટ્સમાં એક સાથે જોવા મળ્યા હતા. અનેકવાર પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તા એક સાથે પાર્ટી કરતા પણ જોવા મળ્યા.   

ટીવીના ડેઈલી સોપ ક્વીન એક્તા કપૂરે  પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તાના સંબંધ પર મહોર પણ લગાવી હતી. પોતાના એક ઈન્ટરવ્યુમાં એક્તા કપૂરે જણાવ્યું હતું કે પાર્થ સમથાન અને વિકાસ ગુપ્તા અનેક વર્ષો સુધી રિલેશનશીપમાં હતા. એક્તા કપૂરના આ નિવેદને ખુબ હંગામો મચાવ્યો હતો. 

જો કે થોડા સમયમાં જ પાર્થ સમથાને વિકાસ ગુપ્તાનો સાથ છોડી દીધો. ત્યારબાદ આ બંનેના રસ્તા હંમેશા માટે અલગ થઈ ગયા. 

પાર્થ સમથાન વિકાસ ગુપ્તાને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા કરી ચૂક્યો છે. પાર્થે વિકાસ ગુપ્તા પર ખોટી રીતે સ્પર્શ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 

એટલું જ નહીં પાર્થ સમથાન વિકાસ ગુપ્તાને લીગલ નોટિસ પણ મોકલી ચૂક્યો છે. પાર્થે દાવો કર્યો હતો કે વિકાસ ગુપ્તાએ તેને 'કૈસી યે યારિયા'ની ફી પણ આપી નહતી.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link