Happy Birthday: છ વર્ષની ઉંમરે ખરીદ્યો હતો પ્રથમ શેર, આજે 6 લાખ કરોડથી વધુના માલિક છે બફેટ

Sun, 30 Aug 2020-11:43 am,

બર્કશાયર હેથવેના સીઈઓ અને વિશ્વના સૌથી સફળ રોકામકાર વોરેન બફેટ (Warren Buffett)નો આજે 90મો જન્મદિવસ છે. વોરેન બફેટનો જન્મ 30 ઓગસ્ટ 1930ના રોજ નેબ્રાસ્કામા થયો હતો. વોરેન બફેટે 11 વર્ષની ઉંમરે પ્રથમ શેર ખરીદ્યો હતો અને આજે તેમની સંપત્તિ 6 લાખ કરોડ રૂપિયા એટલે કે 82.6 અબજ ડોલર છે. આજે અમે તમને વોરેન બફેટની સુપરહિટ ટિપ્સ વિશે જણાવીશું. 

વોરેન બફેટને શેર બજારના મોટા ખેલાડી માનવામાં આવે છે. તેની રોકાણની ટિપ્સ ફોલો કરીને તમે પણ ધનવાન બની શકો છે. બફેટ હંમેશા કહે છે કે લાંબા ગાળાનું અને સારા ડિવિડેન્ડના રેકોર્ડ વાળા શેરોમાં રોકાણ કરવું જોઈએ. સાથે શેરોમાં એક સાથે મોટા રોકાણની જગ્યાએ નિયમિત અને નાના રોકાણ કરવા સારા હોય છે. નાના રોકાણને કારણે જોખમ ઓછુ થાય છે. નિયમિત રોકાણને કારણે ઘડાડા સમયે કિંમતોની એવરેજ ઘટે છે અને નુકસાન મર્યાદિત થાય છે.   

બફેટનું કહેવું છે કે બીજા રોકાણકારોને જોઈએ બજારમાં પૈસા રોકવા ન જોઈએ. તેમના પ્રમાણે રોકાણ ત્યારે કરો જ્યારે તમને તે વિશે જાણકારી હોય. તેમણે કહ્યું કે, અફવાઓ પર ધ્યાન ન આપવું જોઈએ. શેર બજારમાં અફવાઓ ખુબ ચાલે છે. તેમના પ્રમાણે તે સારૂ છે કે સારી કંપનીના શેર ફેયર પ્રાઇઝ પર છે તો રોકાણ કરવામાં આવે, ન કે ફેયર કંપનીના શેર વધુ ભાવ પર ખરીદો. 

વોરેન બફેટે ગોલ્ડન રૂલમાં લાંબો ગાળો અને સારા ડિવિડેન્ડના રેકોર્ડ વાળા શેરોમાં રોકાણની સલાહ આપી છે. તો એવી કંપનીમાં રોકાણ કરો જેનો રેકોર્ડ સારો હોય. લાંબા ગાળે ટકી શકવાની હોય. તથા એક સાથે રોકાણ કરવાની જગ્યાએ અલગ-અલગ કંપનીમાં નાનુ રોકાણ કરો.   

વોરેન બફેટે રોકાણકારોને વધુ રિટર્નની લાલચ ન રાખવાની પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, જો 15-20 ટકા રિટર્ન દેખાઈ રહ્યું છે તો રોકાણ કરો. ખુદમાં વિશ્વાસ કરો ત્યારે તમે એક સફળ રોકાણકાર બની શકો છો. તેમના પ્રમાણે તમારા પોર્ટફોલિયોને હંમેશા ડાઇવર્સિફાઈ કરો. અલગ અલગ સારી કંપની પૈસા લગાવો, જેથી જોખમ ઓછું હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link