Happy Mother`s Day 2021: તનુજા-કાજોલથી અમૃતા-સારા સુધી, આ મા-પુત્રીની જોડીઓએ બોલીવુડમાં ચલાવ્યો એક્ટિંગનો સિક્કો

Sun, 09 May 2021-11:55 am,

તનુજાએ ભલે બહુ વધારે ફિલ્મોમાં કામ ન કર્યું હોય પરંતુ ફેન્સને આ અભિનેત્રી હંમેશા પસંદ આવી. તનુજાની જેમ કહો કે તેનાથી વધારે પ્રસિદ્ધિ તેમની મોટી પુત્રી કાજોલે મેળવી છે. કાજોલે બોલીવુડમાં એકથી એક બ્લોકબસ્ટર ફિલ્મો આપી. જેમાં કુછ કુછ હોતા હૈ, ફના,બાજીગર, કરણ-અર્જુન, ઈશ્ક, પ્યાર તો હોના હી થા અને પ્યાર કિયા તો ડરના ક્યાનો સમાવેશ થાય છે.

બબીતા કપૂરે પોતાના જમાનામાં એકથી એક સારી ફિલ્મોમાં કામ કર્યું હતું. હસીના માન જાયેગી, કિસ્મત જેવી ફિલ્મો દ્વારા આજે પણ બબીતા કપૂરને યાદ કરવામાં આવે છે. જ્યારે તેમની મોટી પુત્રી કરિશ્માએ 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રી પર રાજ કર્યું. રાજા હિંદુસ્તાની, દિલ તો પાગલ હૈ, અંદાજ અપના અપના, બીવી નંબર વન અને હમ સાથ સાથ હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જ્યારે બબીતાની નાની પુત્રી કરીના કપૂર આજના સમયની સુપરસ્ટાર કહેવાય છે.

ડિમ્પલ કપાડિયાએ અનેક હિંદી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ લગ્ન અને પુત્રી થયા પછી પણ સિનેમામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે બોલીવુડના અનેક દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું. તો ટ્વિન્કલ ખન્ના પણ બરસાત, મેલા, બાદશાહ, જાન અને જબ પ્યાર કિસી સે હોતા હૈ સહિતની અનેક ફિલ્મોમાં પોતાનો શાનદાર અભિનય કર્યો.

જાણીતી બોલીવુડની અભિનેત્રી શર્મિલા ટાગોરે પોતાના જમાનામાં એકથી એક શાનદાર ફિલ્મોમાં કામ કર્યું હતું. આરાધનાથી લઈને અમર પ્રેમ, મૌસમ અને ચુપકે ચુપકે જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયને દર્શકો સુધી પહોંચાડ્યો હતો. જ્યારે સોહા અલી ખાન રંગ દે બસંતી, ખોયા ખોયા ચાંદ અને તુમ મિલે જેવી ગણી ગાંઠી ફિલ્મોમાં કામ કર્યુ.

અમૃતા સિંહે પોતાના સમયમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતી બંનેથી દર્શકોને દીવાના કર્યા હતા. બેતાબ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરનારી અમૃતાએ અનેક નેગેટિવ ભૂમિકા પણ ભજવી હતી. હવે તેમની પુત્રી સારા અલી ખાન કેદારનાથ મૂવીથી બોલીવુડમાં ડેબ્યુ કરી ચૂકી છે. આ સિવાય તેણે સિમ્બા, લવ આજ કલ 2020, કૂલી નંબર-1 2020માં કામ કર્યું છે. જ્યારે હવે તે અતરંગી રે 2021માં જોવા મળશે.

દિવંગત અભિનેત્રી અને ચાંદની ગર્લ તરીકે જાણીતી બનેલી શ્રીદેવીએ 80 અને 90ના દાયકામાં ફિલ્મોમાં અદભૂત કામ કર્યુ. તેની દરેક ફિલ્મે પરદા પર ધમાલ મચાવી. અભિનેત્રીએ બોલીવુડના લગભગ દરેક અભિનેતાઓ સાથે હિટ ફિલ્મો આપી. તેણે આ દુનિયામાંથી વિદાય લેતાં પહેલાં મોમ જેવી શાનદાર ફિલ્મ દર્શકો સામે રજૂ કરી હતી. હવે તેની મોટી પુત્રી જાન્હવી કપૂરે ધડક ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂકી દીધા છે. તેણે હોરર ફિલ્મ રુહી 2021, ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ (2020),દોસ્તાના-2 2020માં કામ કર્યુ છે. જાન્હવી ધીમે-ધીમે પોતાની માતાની જેમ એક્ટિંગની છાપ છોડતી જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link