Valentine Week List 2022: આવી ગયો પ્રેમનો તહેવાર, કયા દિવસે શું કરવું તે જાણી લો નહીં તો આ વર્ષે પણ એકલા રહી જશો!
આ દિવસે કપલ્સ એકબીજાને લાલ ગુલાબ આપીને પોતાની ફિલિંગ્સ શેર કરે છે. મોટાભાગના કિસ્સામાં જોવા મળે છે કે યુવક પોતાની પાર્ટનરને ફૂલ આપે છે. પરંતુ જો આ દિવસે યુવતીઓ પણ પોતાના પાર્ટનરને રોઝ આપે છે. તેના કારણે આ દિવસ વધારે સ્પેશિયલ બની જશે. આ દિવસને ખાસ બનાવવા માટે જો તમે પાર્ટનરને મળશો તો તેને ફૂલ આપી શકો છો કે પછી કોઈ બુકે આપી શકો છો. પરંતુ જો કોઈ કારણથી મળી શકતા નથી તો કંઈક ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મથી ગુલાબ યુવતી સુધી પહોંચાડી શકો છો.
પ્રપોઝ ડે વેલેન્ટાઈન વીકનો બીજો દિવસ હોય છે. આ દિવસે બધા પોતાની પસંદગીની યુવતી કે યુવકને પ્રપોઝ કરે છે. કહેવામાં આવે છેકે આ પ્રપોઝ કરવા માટે સૌથી સારો દિવસ હોય છે. આ દિવસે જો તમે કોઈ ખાસ વ્યક્તિને પ્રપોઝ કરવા માગો છો તો કોઈ રોમેન્ટિક જગ્યા પર તેને પ્રપોઝ કરી શકો છો. જો તમે કોઈ કારણથી મળી શકતા નથી તો વીડિયો કોલ્સ પર પોતાના દિલની વાત કહી શકો છો.
વેલેન્ટાઈન વીક ડેના ત્રીજા દિવસને ચોકલેટ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે પાર્ટનરને ચોકલેટ આપીને આ દિવસને ખાસ બનાવી શકો છો. જો તમે આ દિવસને ખાસ બનાવવા માગો છો તો પોતાના હાથથી બનાવેલી ચોકલેટ આપી શકો છો. જેને મેળવીને તમારી પાર્ટનર ઘણી ખુશ થઈ જશે.
આ દિવસે પોતાની પાર્ટનરને ટેડી ગિફ્ટ કરવું ઘણું સારું હોય છે. યુવતીઓને ટેડી ઘણું પસંદ આવે છે. જો તમે તમારી પાર્ટનરને ટેડી ગિફ્ટ કરો છો તો યાદ રાખો ગુલાબી કે લાલ રંગનું ટેડી ગિફ્ટ કરો. જે તેને વધુ પસંદ આવશે. તેનું કારણ એ છે કે યુવતીઓને લાલ અને ગુલાબી રંગ ઘણો પસંદ હોય છે.
વેલેન્ટાઈન ડેના પાંચમા દિવસને પ્રોમિસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે કપલ એકબીજાને કંઈક પ્રોમિસ કરે છે. અને તેને નિભાવે છે. જો તમે પણ પોતાની પાર્ટનરને કંઈક પ્રોમિસ કરવા માગો છો તો યાદ રાખો પ્રોમિસ કરતા સમયે અને દિલની વાત કહેતા સમયે આંખથી આંખ મેળવીને વાત કરો. ગર્લ્સને એવા લોકો પસંદ હોય છે જે વિશ્વાસની સાથે તેમની આંખમાં આંખ નાંખીને વાત કરે.
ગળે મળવું એટલે હગ કરવાના અલગ-અલગ અર્થ હોય છે. કેટલાંક લોકો એકબીજાથી અલગ થતાં સમયે હગ કરે છે. તો કેટલાંક દોસ્તીમાં હગ કરે છે. પરંતુ વેલેન્ટાઈન વીકમાં તમે તમારા પાર્ટનરને પ્રેમથી ભરપૂર હગ કરીને પોતાના પ્રેમને વધારે મજબૂત કરી શકો છો.
આ દિવસને કિસ ડેના રૂપમાં ઉજવવામાં આવે છે. કિસ ડેના દિવસે પોતાના પાર્ટનરને કિસ કરીને તેને ખાસ હોવાનો અહેસાસ કરાવી શકો છો.
ફાઈનલી 14 ફેબ્રુઆરીએ તે દિવસ હોય છે. જેની બધી આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે તમે પાર્ટનરની સાથે રોમેન્ટિક લંચ પર જઈ શકો છો કે પછી લોંગ રાઈડ પર જઈ શકો છો. પાર્ટનર સાથે મળીને આ દિવસને ખાસ બનાવો. પરંતુ જો કોઈ કારણથી મળી શકતા નથી તો વર્ચ્યુઅલી તેને ખાસ બનાવવાનો જરૂર પ્રયાસ કરો. તમે બંને માટે ફૂડ ઓર્ડર કરો અને પછી સાથે વીડિયોકોલ પર એકસાથે લંચ કરી શકો છો.