CM ભૂપેન્દ્ર પટેલ સાથે GTની મુલાકાત તસવીરોમાં: હાર્દિકે દરેક ખેલાડીઓની ઓળખ આપી, રાશિદે કહ્યું; `મને લોકોનો સપોર્ટ ખુબ જ ગમ્યો`
મુખ્યમંત્રી આવાસ પર ગુજરાત ટાઈટન્સની ટીમના તમામ ખેલાડીઓને આમત્રિત કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ટાઈટન્સના તમામ ખેલાડીઓને છાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.
ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારે ક્યારેય ફિલ્ડિંગ ભરવાની નથી આવી. મેં ક્યારેય ફિલ્ડિંગ કરી જ નથી, જ્યારે રમ્યો ત્યારે બેટિંગ જ કરી છે.
હાર્દિક પંડ્યાએ રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલને દરેક ખેલાડી વિશે માહિતી આપી હતી. આ સન્માન કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ પણ હાજરી આપી હતી. ગાંધીનગરમાં યોજાયેલ આ કાર્યક્રમમાં ગુજરાતના ખેલાડીઓ તથા હેડ કોચ આશિષ નહેરાએ પણ હાજરી આપી હતી.
શુભમન ગિલે જણાવ્યું હતું કે મને ગુજરાતીઓ ઘણા પસંદ છે. મને થેપલા અને ખીચડી ખુબ ભાવે છે. જ્યારે રાશિદે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મને લોકોનો સપોર્ટ ખુબ જ ગમ્યો, ફાઈનલ મેચમાં જે પ્રમાણે અમને લોકો ચિયર કરતા હતા એ જોઈને હું ઘણો આનંદિત થઈ ગયો. જેણા કારણે હું ફાઈનલ મેચમાં મારુ બેસ્ટ પ્રદર્શન આપવા માટે પ્રેરિત થયો.