Hardik Pandya પાસે છે Luxury Cars નું ભવ્ય Collection, કિંમત સાંભળીને ઉડી જશે હોશ!
હાર્દિક પંડ્યાના કાર કલેક્શનમાં લેમ્બોર્ગિની હુરાકન ઇવો સૌથી વધુ ચર્ચામાં છે. આ વાહનની કિંમત આશરે 3.73 કરોડ રૂપિયા છે.
હાર્દિક પંડ્યાએ પેલેડિયમ સિલ્વર મેટાલિક કલરમાં મર્સિડીઝ જી-વેગન કાર પણ ખરીદી છે, જેની કિંમત 1.62 થી 2.42 કરોડ રૂપિયા છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) પાસે રોલ્સ રોયસ કાર છે, જે વિશ્વની સૌથી વૈભવી બ્રાન્ડમાંની એક છે. સિલ્વર અને કાળા રંગમાં આ વાહનની કિંમત લગભગ 6.22 રૂપિયા છે.
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) એક મધ્યમ શ્રેણીની વૈભવી કાર ઓડી A6 પણ ખરીદી છે, જેની કિંમત 55.96 થી 60.59 લાખ રૂપિયા છે.
હાર્દિક પંડ્યા (Hardik Pandya) પાસે એક્ઝોટિકા લાલ રંગની જીપ કંપાસ પણ છે જેની કિંમત રૂ .17 લાખથી વધુ છે. હાર્દિકે આ કાર વર્ષ 2017 માં તેના દિવંગત પિતા હિમાંશુ પંડ્યાને ભેટમાં આપી હતી.
હાર્દિક પંડ્યાએ (Hardik Pandya) સફેદ રંગમાં રેન્જ રોવર વોગ પણ ખરીદી છે, બજારમાં તેની કિંમત 2.11 કરોડની આસપાસ છે.