પ્રેમનો કરૂણ અંજામ: પુત્રીના Affair વિશે ખબર પડતાં ક્રોધે ભરાયો પિતા, કાળજા કેરા કટકાનું માથું વાઢી પહોંચ્યો પોલીસ સ્ટેશન
ઉત્તર પ્રદેશ ( UP) ના હરદોઇ (Hardoi) જિલ્લામાં એક વ્યક્તિએ પોતાની પુત્રીનું કળું વાઢી લીધું અને કાપેલું માથું લઇને પોલીસ સ્ટેશન પહોંચી ગયો. પોલીસના અનુસાર, હરદોઇના મંજિલા પોલીસ મથક ક્ષેત્રમાં એક ટીના પ્રેમ પ્રસંગ (Love affair) થી નારાજગી પિતાએ તેજ ધાર હથિયાર વડે તેનું માથું વાઢી નાખી તેની હત્યા કરી દીધી.
પિતાએ પોતાની પુત્રીનું કાપેલું માથું લઇને ચાલતો પોલીસ સ્ટેશન તરફ ગયો. રસ્તામાં કેટલાક પોલીસકર્મીઓએ તેને જોયો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ ગયા, જ્યાં તેણે પોલીસને સમગ્ર ઘટના જણાવી અને પોતાનો ગુનો સ્વિકાર્યો.
પોલીસે જણાવ્યું કે હરદોઇ જિલ્લાના મંજિલા પોલીસ મથક વિસ્તારના પાંડે તારા ગામમાં પુત્રીના પ્રેમ પ્રસંગથી નારાજ પિતાએ તેજ ધાર હથિયાર વડે કાપીને તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ઘટના બુધવારે સાંજે મંજિલા પોલીસ ક્ષેત્રના એક ગામની છે.
આરોપી સર્વેશએ ધારદાર હથિયાર વડે પોતાની 17 વર્ષીય પુત્રીનું માથું કાપીને હત્યા કરી દીધી. પછી તેનું કાપેલું માથું લઇને ચાલતો ચાલતો પોલીસ સ્ટેશન જવા લાગ્યો. પોલીસે જણાવ્યું કે રસ્તામાં કેટલાક પોલીસકર્મીઓએ તેને જોયો અને ત્યારબાદ તેને પોલીસ સ્ટેશન લઇ ગયા, જ્યાં તેણે પોલીસને સમગ્ર ઘટના જણાવી અને પોતાનો ગુનો સ્વિકારી લીધો.
આ ઘટનાની જાણ થતાં જ હરદોઇ એસપી અનુરાગ વત્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા. તેમણે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરદોઇના એસપી અનુરાગ વત્સએ કહ્યું કે પોતાની પુત્રીના કથિત પ્રેમ પ્રેસંગથી નારાજ મજિલા વિસ્તારના એક વ્યક્તિએ ગળું કાપી દીધું છે. પોલીસે તેની ત્યારે ધરપકડ કરી લીધી, જ્યારે તે પોતાની મૃત પુત્રીનું માથું કાપીને પોલીસ સ્ટેશન તરફ પગપાળા આવી રહ્યો હતો. અમે તે વ્યક્તિ સાથે પૂછપરછ કરી રહ્યા છીએ.
પાંડે તારા ગામમાં આરોપી સર્વેશએ અવૈધ સંબંધોથી નારાજ પોતાની પુત્રીનું પાવડા વડે ગળું કાપી નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી છે. ત્યારબાદ પુત્રનું કપાયેલું ગળું હાથમાં લઇને પોલીસ સ્ટેશન જઇ રહ્યો તે દરમિયાન પોલીસે તેની ધરપકડ કરી લીધી.