હરિયાણા: કરનાલ વિધાનસભા સીટ પરથી આટલા વોટથી આગળ ચાલી રહ્યા છે સીએમ મનોહર લાલ ખટ્ટર

Thu, 24 Oct 2019-10:56 am,

ભાજપ- 45 | કોંગ્રેસ- 37 | ઇનેલો- 1 | જેજેપી- 7 | અન્ય- 0

તમને જણાવી દઇએ કે સીએમ મનોહર લાલ ખટ્ટર સવારે 9.31 મિનિટ સુધી પહેલાં તબક્કાની મતગણતરીમાં કરનાલ વિધાનસભા સીટ પરથી 4588 મતથી આગળ ચાલી રહી છે. હવે રાજ્યના પરિણામ મનોહર લાલ ખટ્ટર (Manohar Lal Khattar) નું કદ નક્કી કરશે. જો રાજ્યમાં ગત વખત કરતાં વધુ સીટો આવી તો મુખ્યમંત્રીનું પાર્ટીમાં કદ વધશે, તો બીજી તરફ સીટોનું નુકસાન થયું પાર્ટીના અંદરખાને બંનેના નેતૃત્વ પર પણ સવાલ ઉભા થશે.   

જોકે 2014ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ ઘણા સ્થાનિક ચહેરા નક્કી કર્યા વિના ચૂંટણી લડી હતી. મે મહિનામાં ત્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી. ભાજપના પક્ષમાં તેજ લહેર હતી, તેની મોમેંટમમાં લગભગ પાંચ મહિના બાદ જ ઓક્ટોબરમાં રાજ્યના વિધાનસભા ચૂંટણી યોજાઇ અને ભાજપે લોકસભા ચૂંટણીમાં જીતની લય જાળવી રાખી હતી. હરિયાણામાં 47 સીટો જીતીને પાર્ટીએ પોતાના દમ પર સરકાર બનાવી હતી.

ભાજપે બંને રાજ્યોની વિધાનસભા ચૂંટણી ત્યારે વડાપ્રધાનમંત્રી મોદીના ચહેરા પર લડી હતી. પરિણામ જાહેર કર્યા બાદ પાર્ટીએ હરિયાણામાં બિન જાટ મનોહર લાલ ખટ્ટરને મુખ્યમંત્રી બનાવીને બધાને ચોંકાવી દીધા હતા. 

પરંતુ આ વખતે પાર્ટીએ હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટરના ચહેરાને જ આગળ કરી ચૂંટણી લડી છે. વડાપ્રધાન નરેંદ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ દરેક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રીને આગળ રાખે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link