Photos : ગુજરાતના આ સ્થળો પર જવાની કોઈ હિંમત નથી કરતું, કહેવાય છે કે ભૂતોનો છે વાસ

Mon, 05 Jun 2023-4:33 pm,

ગુજરાતના ભૂતિયા સ્થળોમાં સૌથી ટોપ પર નામ છે ડુમસ બીચ. સુરતનો ડુમસ બીચ એટલો ડરાવનો છે કે, સાંજ થતા જ આવેલા લોકો પરત ફરવા લાગે છે. અનેક લોકોએ અહીં કોઈના રડતા હોવાનો અવાજ સાંભળ્યો છે. આ બીચ પર પહેલા લોકોને દફનાવવામાં આવતા હતા. તેથી અતૃપ્ત આત્માઓ અહીં ફરતી હોવાનો અનેકોને ભાસ થયો છે. આ બીચ પરથી અનેક લોકો ગાયબ થયા હોવાના કિસ્સાઓ પણ ફેમસ છે.

 

વિસાવદર તાલુકામાં આવેલ સત્તાધારમાં આપા ગીગાનું મથક આવેલું છે. જ્યાં એક ભૂતવડલો આવેલો છે. આ વડલા વિશે પણ લોકોની માન્યતા ભૂતિયા જેવી છે. અહીં એક જય ભૂતબાપા આવેલા છે. તમને તેનું એક બોર્ડ પણ દેખાઈ આવશે.  આરતી ચાલતી હોય એટલો સમય ભૂતવડલા વિસ્તારને બંધ કરી દેવામાં આવે છે. કેમ કે માન્યતા પ્રમાણે ભૂતબાપા એ વખતે ત્યાં હાજર હોય છે. કેટલાક લોકોએ પોતે ભૂતબાપાને જોયા હોવાનો પણ દાવો કરે છે, પરંતુ એમાં તથ્ય છે કે નહીં એ વાત પરથી જ ખબર પડી જાય. પરંતુ આ સ્થળનું નામ માત્ર ભૂતિયા બાપા છે. બાકી તો લોકો અહીં બાધા રાખીને તેને પૂરી કરવા આવે છે. 

ભૂતિયા સ્થળમાં અમદાવાદનું એક ફાર્મ પણ ફેમસ છે. મણિપુર પાસે આવેલ આ ફાર્મ ભૂતિયું છે. અહીં તમને ઠેકઠેકાણે વચ્ચેથી કપાયેલી હોય તેવી મૂર્તિઓ જોવા મળશે. કહેવાય છે કે, આ સ્થળે સમૂહિક હત્યાકાંડ થયો હતો. જેના બાદ આ સ્થળે એક-બે નહિ, પણ અનેક આત્માઓ ભટકતી હોવાનો ભાસ થાય છે. 

રાજકોટમાં આવેલ અવધ પેલેસ પણ હોન્ટેડ પ્લેસ છે. કહેવાય છે કે, આ વિશાળ હવેલીમાં એક યુવતી પર કેટલાક પુરુષો દ્વારા સામૂહિક બળાત્કાર કરાયો હતો. બાદમાં તેને બાળી મૂકાઈ હતી. જેના બાદ યુવતીની આત્મા અહી ભટકતી હોવાનું કહેવાય. જોકે, આ પેલેસ હવે જર્જરિત થઈ ગયો છે. આ ઘટના બાદ ત્યાં કોઈ રહેતું નથી.

જુનાગઢના મધ્યભાગમાં આવેલ ઉપરકોટ ફોર્ટ બહુ જ ફેમસ છે. અહીં અનેક જોવાલાયક સ્થળો હોવાથી અનેક લોકો અહીં ફરવા આવે છે, પરંતુ અહીં આવેલી એક મસ્જિદની આસપાસનો વિસ્તાર ભૂતિયા હોવાનું કહેવાય છે. સૂર્યાસ્ત બાદ અહીં કોઈ જવાનું હિંમત પણ નથી કરતું.   

Disclaimer : આ માહિતી ફક્ત ચર્ચાઓને આધારે છે.  Zee24 kalak અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતું નથી અને આ ઘટનાઓની પુષ્ટી કરતું નથી. એટલે આ બાબતનો ભરોસો આપની યોગ્યતાને આધારે કરવો... 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link