Gujarat Haunted Places: ભૂતિયા છે ગુજરાતના આ ખ્યાતનામ સ્થળો! જ્યાં દિવસે પગ મૂકો તો પણ ડર લાગે, Photos

Sat, 17 Feb 2024-1:20 pm,

ગુજરાતમાં હરવા અને ફરવાની જગ્યાઓ ઓછી નથી પણ તમે ફરવા જાઓ તો અહીં જતાં પહેલાં થોડીવાર વિચારી લેજો કારણ કે આ સ્થળો એ હોન્ટેડ પ્લેસ ગણાય છે.  આમ તો ગુજરાતનું સૌથી ફેમસ અને મોટું શહેર છે.  અમદાવાદમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં ભૂલેચૂકે કોઈ જવા માંગતું નથી. જાણો આવી જ કેટલીક જગ્યાઓ વિશે....

 આ જગ્યાએ એવા જ લોકો આવે છે જે કઠણ કાળજાના છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીં અજીબ ઘટનાઓ ઘટે છે. આ સ્થળ સામાન્ય રીતે પોતાની અસમાન્ય ઘટનાઓને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ જગ્યા ત્યારે વધુ પ્રખ્યાત બની જ્યારે ત્યાં કેટલાક યુવકોનું એક ગ્રુપ સાંજે ફરવા માટે આવ્યું હતું. એવું કહેવાય છે કે અહીં કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો ભોગ બનાવી લીધા. ત્યારબાદથી લોકો અહીં આવતા ડરે છે. લોકોનું માનવું છે કે અહીં સાંજના સમયે અજીબોગરીબ ઘટનાઓ ઘટે છે. 

ગુજરાતના ડુમ્મસ બીચ વિશે કોણ નથી જાણતું. તે અરબ સાગરના કિનારે છે. અહીં કાળી રેતીનું રહસ્ય અને  ભૂતિયા કહાની સમગ્ર શહેરમાં વિખ્યાત છે. એવું માનવામાં આવે છે કે દરિયા કિનારે એક હિન્દુ સ્મશાનસ્થળ હતું. જ્યાં ભૂતિયા આત્માઓ ભટકતી રહે છે. સાંજ પડતા ત્યાં જવાની કોઈ હિંમત કરતું નથી. એવું પણ કહેવાય છે કે જે પણ આ બીચ પર સાંજ પછી આવે છે તે ગાયબ થઈ જાય છે. 

ગુજરાતના રાજકોટમાં સ્થિત આ અવધ મહેલ પ્રાચીન અને એક મોટો મહેલ છે. સ્થાનિક લોકોનું માનવું છે કે અહીં એક છોકરી સાથે ખોટુંકામ થયું હતું. ત્યારબાદ તેને મારી નાખવામાં આવી. મારી નાખ્યા બાદ તેને અહીં દફનાવવામાં આવી હતી. આ ઘટના બાદ કહેવાય છે કે આ છોકરીનો આત્મા અહીં ઘૂમે છે. સાંજ પડતા જ હવેલીથી બૂમો સંભળાય છે. 

બગોદરાનું નામ તો તમે સાંભળ્યું જ હશે જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 પર આવેલું એક નાનકડું શહેર છે. તમે જ્યારે પણ અમદાવાદથી રાજકોટ જશો ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવેના રસ્તા અહીં થનારી દુર્ઘટનાઓને કારણે ખતરનાક છે. જે લોકો રાતના સમયે અહીં ડ્રાઈવ કરે છે તેમનું કહેવું છે કે અહીં અજીબોગરીબ અવાજ સંભળાય છે. આ અવાજો વાહન ચાલકોનું ધ્યાન ભટકાડે છે. આ પ્રકારે અનેક દુર્ઘટનાઓ થાય છે. તેમનું કહેવું છે કે અહીં રસ્તા પર રહસ્યમયી મહિલાઓ અને ભીખારીઓ પર ધ્યાન ન આપવું. 

અમદાવાદના વ્યસ્ત ચાંદખેડા વિસ્તારમાં આ એક જૂનું ઝાડ છે. અહીંથી લોકોની અવરજવર થતી રહે છે. એવું કહેવાય છે કે આ ઝાડ પર ભૂતનો સાયો છે. જો કોઈ રાતના સમયે તેની આજુબાજુ ફરકે તો આત્મા તે વ્યક્તિને સપનામાં આવવા લાગે છે અને આ રીતે માણસ પાગલ થઈ જાય છે. જોવામાં પણ આ ઝાડ  ખુબ બીહામણુ છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link