ઉત્તર ગુજરાતમાં આખો દિવસ સ્વેટર પહેરવું પડશે! જાણો અંબાલાલે શું કરી કાતિલ ઠંડીની ભવિષ્યવાણી?
રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. પરંતુ તાપમાન સામાન્ય કરતાં ઉંચું નોંધાઇ રહ્યું છે. હવે પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે. આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે.
જમ્મુ કાશ્મીરમાં સતત બીજા દિવસે બરફનો વરસાદ પડી ગયો છે. ગુલમર્ગમાં 5 ઈંચ સુધી બરફની ચાદર પથરાઈ છે. પહાડી રાજ્યોમાં શીતલહેર શરૂ થતાં હવે ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાશે. ત્યારે હવે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો દોર શરૂ થશે. પરંતું તે સાથે જ વાવાઝોડું ત્રાટકવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડું ત્રાટકશે તેવું કહ્યું છે. આ સાથે જ તેમણે તારીખ પણ જાહેર કરી છે.
જોકે લઘુતમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે. જેના કારણે સુકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટશે. હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે કહ્યું કે, આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. આવું વાતાવરણ યથાવત રહેશે. આજકાલ બાદ તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો ઘટાડો થશે. સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાન ઓછું થયું છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં સામાન્ય કરતા વધારે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. પવનની દિશા ઉત્તર પૂર્વ છે જે દિશા બાદલાતા ઠંડીનો અનુભવ થશે.
બીજી તરફ તારીખ 22, 23 અને 24 નવેમ્બરમાં આરબ સાગરમાં લો પ્રેશર બનશે. અને 22 થી 25 નવેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં ડીપ્રેશન બનશે. જેના કારણે નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં સાયક્લોન બનવાની શકયતા જોવા મળી રહી છે.
ગુજરાતમાં હાલ ઠંડી પડી રહી છે. પરંતું અચાનક જ વાદળો બંધાય તેવી શક્યતા છે. કારણ કે, અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળ ઉપસાગરમાં 20 થી 25 નવેમ્બર ડીપ ડિપ્રેશનમાં કારણે ચક્રવાત બનશે. અરબ સાગરમાં 19 થી 22 નવેમ્બર લો પ્રેશર સર્જાશે. લો પ્રેશર સોમાલીયા કે ઓમાન તરફ જશે તો વરસાદ નહીં આવે જો ગુજરાત તરફ આવશે તો વરસાદ આવી શકે છે.
અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચક્રવાત બને તેવી સંભાવના છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસર દક્ષિણ ભારતમાં ભારે વરસાદના સ્વરૂપમાં જોવા મળશે. રાજસ્થાન અને ગુજરાત સહિત મધ્યપ્રદેશમાં હવામાન શુષ્ક રહેશે અને દિવસો ગરમ રહેશે. દક્ષિણ મહારાષ્ટ્રમાં 24 કલાક પછી હળવો વરસાદ શરૂ થઈ શકે છે.
તેમણે કહ્યું કે, ગ્લોબલ વોર્મિંગ 74 વર્ષ બાદ ઓક્ટોબર માસમાં ગરમી પડી શકે છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે અને માવઠાં થઈ શકે છે. છેલ્લા ૩૦ વર્ષની ઠંડીના રેકોર્ડ તૂટશે. 2025 ના માર્ચ માસ સુધી હવામાનમાં પલટા આવ્યા કરશે. માર્ચ એપ્રિલ સુધી માવઠા આવી શકે છે. આ વચ્ચે અંબાલાલે ખેડૂતો માટે ખાસ સલાહ આપતા કહ્યું કે, ઘઉંના પાક માટે તાપમાન હાલ સાનુકૂળ સમય નથી. હાલ વાવણી થાય તો જીરા, દિવેલામાં ગરમીના કારણે ઉત્પાદન ઘટી શકે છે.