ગુજરાતના આદિવાસીઓની ઘડિયાળના કાંટા ફરે છે ઊંધા, કારણ છે કંઈક આવું

Tue, 09 Aug 2022-9:07 am,

આદિવાસી સમાજના નૃત્ય, તેમની પરંપરાઓ, તેમની રહેણી-કરણી અને તેમની રિત-રિવાજો અન્ય સમાજો કરતા અલગ અને અનોખા છે. એજ રીતે આ એન્ટી ક્લોક પણ આદિવાસી સમાજનું અનોખું પ્રતિક છે. જેને હવે અન્ય લોકો પણ અપનાવી રહ્યાં છે.

ગુજરાતના દાહોદ જિલ્લામાં વસતી આદિવાસી જાતીના અમુક લોકોએ બનાવી આ ઉંધી ઘડિયાળ. તેમનું માનવું છે કે પ્રકૃતિ એન્ટી ક્લોકવાઈઝ કામ કરે છે. સૂર્ય એન્ટી ક્લોકવાઈઝ ઉગે અને આથમે છે. પાણીમાં ઉ્દ્ભવતા ભ્રમર એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે. પૃથ્વી પણ એન્ટી ક્લોકવાઈઝ ભ્રમણ કરે છે.અને આ જ નિયમ પ્રમાણે તેમની સંસ્કૃતિ પણ કામ કરે છે. આદિવાસી સમાજના લગ્ન પ્રસંગે ફેરા પણ એન્ટી ક્લોકવાઈઝ દિશામાં જ ફેરવવામાં આવે છે.આ ઉપરાંત મરણ પછીની અંતિમક્રિયાની વિધીમાં પણ એન્ટી ક્લોકવાઈઝ દિશા જ ધ્યાનમાં રખાય છે.

 

"આદિવાસી સમાજને તેની સંસ્કૃતિ સાથે જોડી રાખવાના વિચારથી જ આ ઘડિયાળ બનાવવામાં આવી છે. તેમનું માનવું છે કે આ ઘડિયાળ જોઈને લોકોને સતત ધ્યાન રહેશે કે તેમની સાચી સંસ્કૃતિ શું છે. અને આ સંસ્કૃતિ લુપ્ત ના થાય તે માટે આ ઘડિયાળનું ઉત્પાદન શરૂ કરાયું. આજથી 5 વર્ષ પહેલા આ સમાજના અમુક આગેવાનો એ આ ઘડિયાળ બનાવવાની શરૂઆત કરી હતી ત્યારથી અત્યાર સુધી અંદાજીત 1.5 લાખથી પણ વધુ ઘડિયાળ વેચાઈ ચૂકી છે" : રાજેશ ભાભોર, આદિવાસી સમાજ આગેવાન

 

આ ઘડિયાળ વિવિધ મટીરીયલ જેમકે લાકડું, સનમાઈકા ,પ્લાસ્ટિક વગેરેમાં બનાવવામાં આવે છે. આદિવાસી સમાજનું પ્રતીક માનવામાં આવે છે આ ઉંઘી ઘડિયાળો. આદિવાસી સમાજનું માનવું છેકે, આ પ્રકારની ઘડિયાળો અપનાવવાથી આપણો સમય સારો રહે છે. આપણું હંમશા મંગળ કરે છે આ એન્ટી ક્લોક.

માત્ર ગુજરાત જ નહીં પણ મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અને ઝારાંડના આદિવાસી સમુદાયોમાં ઉલ્ટી ઘડિયાળ એક જનઆંદોલન બની ચુકી છે. આ ઘડિયાળની ખરી શરૂઆત ક્યાંથી થઈ તે કહેવું તો મુશ્કેલ છે. પણ ગુજરાતના દાહોદમાં આ ઘડિયાળની બોલબાલા સૌથી વધારે છે.

એકદમ સામાન્ય ભાવ (અંદાજીત 250-300 RS.)માં મળતી આ ઘડિયાળએ હાલતો લોકોનું આકર્ષણ કેન્દ્રિત કર્યું છે. વધુ લોકો સુધી આ સંસ્કૃતિ પહોંચે તે માટે આમાં ઘડિયાળમાં મધમાખીની કામગીરી, બિરસા મુંડા, ભરવાડી ચીત્રકલા, આદિવાસી ઢોલની કલાકૃતિ બનાવવામાં આવી છે.

આદિવાસી સમાજ માટે સંસ્કૃતિની યાદગીરી અને અન્ય સમાજ માટે ડેકોરેટીવ ઘડિયાળે હાલ તો લોકોના મનમાં અને ચર્ચામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ ઘડિયાળ જેટલી આદિવાસી સમાજ માટે સંસ્કૃતિનો ભાગ છે તેથી વધુ બીજા સમાજના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ઘર સુશોભન માટે કે યાદગીરી તરીકે રાખવા માટે મોટી સંખ્યામાં લોકો આ અનોખી ઘડિયાળ તરફ આકર્ષિત થયા છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link