ગુજરાતના આ જિલ્લામાં આફતનું આક્રમણ! ભારત સરકારે લોકોનો જીવ બચાવવા મોકલવી પડી આર્મી, જુઓ ખૌફનાક તસવીરો

Wed, 28 Aug 2024-11:21 am,

વડોદરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી...ઘરના ઘર પાણીમાં ડૂબી જતા અનેક લોકો ફસાયા...પાણીમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી...આર્મી અને એનડીઆરએફની ટુકડીઓ બની દેવદૂત

વડોદરા નગરી પર હજુ પણ જળસંકટ યથાવત....વડોદરા હજુ પણ છે પાણીમાં ગરકાવ...વરસાદને પગલે બીજા વિસ્તારોમાં પણ ભરાઈ રહ્યાં છે પાણી...વડોદરાના અનેક વિસ્તારો હજુ પણ જળમગ્ન....

વડોદરામાં વરસાદે વેર્યો વિનાશ! 10 ગામોમાં 10 ફૂટ પાણી, જળપ્રલયમાં દેવદૂત બન્યા Army અને NDRFના જવાનો

વડોદરાવાસીઓ માટે ચિંતાના સમાચાર, હજુ અનેક વિસ્તારો અને ગામડાઓ પાણીમાં ગરકાવ છે ત્યાં ફરી શરૂ થયો વરસાદ

ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મનપા તંત્ર મુશ્કેલીમાં....વડોદરા મનપાનું સર્વર થયું ઠપ....વડોદરા શહેરના હરણી, સમા, કારેલીબાગ, કલાલી, વડસર, અકોટ, વાસણા રોડ પર પૂરના પાણી ભરાયેલા-- કલાલી, વડસર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી યથાવત---  

આજવા સરોવર ડેમના દરવાજા બંધ કર્યા છતાં વિશ્વામિત્રી નદીની સપાટી વધી, વિશ્વામિત્રી નદીની સપાટી વધીને થઈ 36.50 ફૂટ. ગઈકાલ રાત્રે વિશ્વામિત્રી નદીની સપાટી હતી 35.25 ફૂટ.

આજવા સરોવરની સપાટી છે 213.62 ફૂટ.ઉપરવાસમાં અને વડોદરામાં વરસાદ શરૂ થતાં શહેરીજનોની મુશ્કેલીમાં થશે વધારો

નેશનલ હાઇવે 8 દુમાડ ચોકડી આસપાસ અતિ વિકટ સ્થિતિ સેંકડો ટ્રક આખેઆખા ડૂબેલી હાલતમાં.  

વડોદરા જિલ્લાના 10 ગામોમાં 10 ફૂટથી વધારે પાણી. દેણા ગામ માંથી અત્યાર સુધી 102 લોકોને બચાવાયા. હજુ અનેક લોકો ફસાયાની આશંકા...વડોદરા જિલ્લાના દુમાડ ચોકડીથી અંદરના 10 ગામો સંપૂર્ણ પાણીમાં ગરકાવ. સેંકડો લોકો ફસ્યા હોવાની આશંકા.

આર્મી અને એનડીઆરએફની ટીમના જવાનો કરી રહ્યાં છે રેસ્ક્યુ ઓપરેશન. ગળાડૂબ પાણીમાં પોતાના જીવના જોખમે જવાનો બચાવી રહ્યાં છે લોકોનો જીવ.

અતિભારે વરસાદને પગલે વડોદરા જિલ્લાના અનેક ગામો બન્યા સંપર્ક વિહોણા. વીજ પ્રવાહ ન હોવાથી તૂટ્યા તમામ સંપર્કો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link