Hayabusa જેવા દેખાતા આ બાઈકની સ્પીડ છે 400kmph, ફિચર જાણીને થઈ જશો આશ્ચર્યચકિત

Tue, 29 Jun 2021-9:09 pm,

હાયાબુસા બાઈક દુનિયાભરમાં તેની ડિઝાઈન, પાવર અને સ્પીડ માટે લોકોમાં ખુબ જ લોક પ્રિય બાઈક છે. જો કે, આ બાઈક સામાન્ય લોકો માટે બજેટ ફ્રેન્ડલી નથી. પરંતુ તેના વિશે જાણવા અને જોવા દરેકને ગમે છે. આ વચ્ચે યૂકેની વ્હાઈટ મોટરબાઈક કોન્સેપ્ટ્સે WMC250EV ઇલેક્ટ્રિક બાઈકનો પ્રોટોટાઈપ શેર કરી સૌ કોઈને ચોંકાવી દીધા છે. આ બાઈકને પણ હાયાબુસાની જેમ તૈયાર કરવામાં આવી છે.

WMC250EV નામની આ ઇલેક્ટ્રિક બાઈકને બનાવવાનો ઉદેશ્ય એક નવા ઇલેક્ટ્રિક લેન્ડ સ્પીડ રેકોર્ડ બનાવવાનો હતો. આ ઇલેક્ટ્રિક બાઈક Moto GP legend Max Biaggi દ્વારા હત વર્ષે વોક્સન વાટમેન પર બનાવવામાં આવેલા 367 કિમી પ્રતિ કલાકના રેકોર્ડને તાડવાના ઇરાદો અને ક્ષમતા રાખે છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ બાઈકની સ્પીડ 400 કિમી પ્રતિ કલાકની છે.

આ શાનદાર ઇલેક્ટ્રિક બાઈકના રિયર વ્હીલમાં બે 30KW મોટર અને આગળના ટાયર માટે 20KW મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઈકને 34 HP નો પાવર આપે છે. જો કે, આ પેટ્રોલથી ચાલતા બાઈકના પાવર કરતા વધારે નથી. પરંતુ કંપનીનું કહેવું છે કે, આ પાવર સ્પીડ પર ચાલવા માટે યોગ્ય છે. રિપોર્ટ્સ અનુસાર, 2022 સુધીમાં કંપની વોલિવિયા સોલ્ટ ફ્લેટ્સમાં વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયત્ન કરશે તો બાઈકનો પાવર વધારવામાં આવશે.

જો તમે આ બાઇકનો પ્રોટોટાઇપ જુઓ તો તેમાં એક આશ્ચર્યજનક એરોડાયનામિક ડિઝાઇન આપવામાં આવી છે. તેના અહેવાલો કહે છે કે તેની બોડી ડિઝાઇન સેકેન્ડ જનરેશનની સુઝુકી હયાબુસા જેવી જ છે. બાઇકની વચ્ચે એક ડક્ટ છે જેને વી-એર કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇલેક્ટ્રિક બાઇકના ડ્રેગ ગુણાંકને લગભગ 70 % ઘટાડે છે.

તેની વિશેષ ડિઝાઇન હવાને બાઇકમાંથી પસાર થવા દે છે. આ ડિઝાઇનમાં વિંગલેટ્સ શામેલ નથી જે સામાન્ય રીતે ડાઉનફોર્સને વધારવા માટે ઉમેરવામાં આવે છે. તે જ સમયે, ઇવી ઉત્પાદક દાવો કરે છે કે WMC250EV નો આગળનો લોડ સામાન્ય બાઇક કરતા પાંચ ગણા વધારે છે.ો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link