HDFC બેંકનું ક્રેડિટ કાર્ડ હોય તો વાપરતા પહેલા ખાસ જાણો આ માહિતી, નહીં તો પસ્તાશો

Mon, 11 Dec 2023-8:22 am,

HDFC Bank Credit Card: જો તમારું એકાઉન્ટ HDFC બેંકમાં હોય અને તમારી પાસે આ બેંકનું ક્રેડિટ કાર્ડ હોય તો આ સમાચાર તમારા કામના છે. ડિસેમ્બરની શરૂઆતથી એચડીએફસી બેંક તરફથી ક્રેડિટ કાર્ડ સંલગ્ન નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર એચડીએફસીના રેગલિયા ક્રેડિટ કાર્ડ અને મિલેનિયા ક્રેડિટ કાર્ડ પર લાગૂ થશે. તેમાં લાઉન્જ એક્સેસ સંલગ્ન નિયમોમાં ફેરફાર થયા છે. 

નવા નિયમો મુજબ તમારા લાઉન્જ એક્સેસ ક્રેડિટ કાર્ડથી ખર્ચ થનારી રકમ પર બેસ્ડ હશે. બેંક તરફથી આ અંગે પહેલા પણ જાણકારી આપવામાં આવી હતી. આથી જો તમે આ બંને ક્રેડિટ કાર્ડમાંથી કોઈ એક કાર્ડ યૂઝ કરતા હોવ તો તમને અલગ અલગ એરપોર્ટ લાઉન્જ સુધી પહોંચવા માટે એક ત્રિમાસિકમાં ઓછામાં ઓછાં એક લાખ રૂપિયા કે તેનાથી વધુ ખર્ચ કરવા  પડશે. 

રેગલિયા ક્રેડિટ કાર્ડ  કસ્ટમર લાઉન્જ સુધી પહોંચવા માટે તમારે તેને ફોલો કરવાનું રહેશે. એક વખત એચડીએફસી રેગલિયા ક્રેડિટ ક ાર્ડથી ખર્ચ સંલગ્ન લિમિટ પૂરી થઈ જાય તો લાઉન્જ સુધી પહોંચવા માટે તમારે રેગલિયા સ્માર્ટબાય પેજ- લાઉન્જ એક્સેસ વાઉચર પર જવું પડશે. 

તમે દર ત્રિમાસિકમાં બે લાઉન્જ એક્સેસ વાઉચરનો ફાયદો ઉઠાવી શકો છો. આ માટે ખર્ચ સંલગ્ન લિમિટને પૂરી કરવા પર એચડીએફસી મિલેનિયા ક્રેડિટ કાર્ડ કસ્ટમરને મિલેનિયા માઈલસ્ટોન પેજના લિંક સાથે એક એસએમએસ મળશે. અહીં તમે લાઉન્જ એક્સેસ વાઉચર સિલેક્ટ કરો. 

તમે બેંક તરફથી નિર્ધારિત ખર્ચ લિમિટ મુજબ લાઉન્જ યૂઝ કરી શકો છો. આ અંગે વધુ જાણકારી માટે તમે બેંકની વેબસાઈટ પર જાઓ. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link