પેપર લીક કરનારા ગદ્દારોના ચહેરા જુઓ, જેમાંનો એક છે સરપંચની ચૂંટણીનો ઉમેદવાર

Fri, 17 Dec 2021-3:16 pm,

પેપર લીક મામલામાં જેમ જેમ એક પછી એક ધડાકા થઈ રહ્યા છે તેમ માહોલ ગરમાયો છે. પોલીસે જાહેર કરાયેલા 10 નામમાંથી એક આરોપી ગ્રામ પંચાયત ચૂંટણીનો ઉમેદવાર હોવાનું તપાસમાં ખૂલ્યુ છે. મહેન્દ્રભાઈ એસ પટેલ નામનો પેપરલીક કૌભાંડમાં સામેલ આરોપી પ્રાંતિજના પોગલુ ગામે હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનો ઉમેદવાર છે. તેના સરપંચના ઉમેદવાર તરીકેના પોગલુ ગ્રામ પંચાયતમાં બેનર લાગ્યા છે. ત્યારે હવે પેપર લીક કૌભાંડ મામલો વધુ ગરમાય તેવી શક્યતા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link