Weight Gain કરવા માટે કરો આ ધરગથ્થુ ઉપાય, કોઈ નહીં ઉડાવે તમારા દૂબળાપણાનું મજાક!
વજન ઘટાડવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે પોષણનો અભાવ, તંદુરસ્ત આહારનું પાલન ન કરવું, બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી, સ્વાસ્થ્ય સમસ્યાઓ અથવા આનુવંશિકતા.
પરંતુ પાતળાપણું કાયમ માટે દૂર કરવાની ઘણી રીતો છે. જેના વિશએ અમે તમને જણાવીશું.
દૂધ પ્રોટીન, કેલ્શિયમ અને વિટામીન B2 નો સારો સ્ત્રોત છે. આને રોજ પીવાથી વજન વધારી શકાય છે.
વજન વધારવા માટે પણ કેળા ખૂબ જ સારો વિકલ્પ છે. કેળામાં વિટામિન અને પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેમાં કાર્બોહાઇડ્રેટ્સ, વિટામિન A, C અને B-6, આયર્ન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, સોડિયમ, પોટેશિયમ સારી માત્રામાં મળી આવે છે.
આ રીતે, કેળા અને દૂધનું સેવન વજન વધારવાનો શ્રેષ્ઠ ઉપાય છે.
તેનું સેવન કરવાની સૌથી સારી અને સરળ રીત છે દૂધ અને કેળાનો શેક બનાવીને પીવો. તમે તેને નાસ્તાના સમયે લઈ શકો છો.
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.