Health Tips: સ્વાસ્થ્ય નિષ્ણાંતો પાસેથી જાણો ખાલી પેટ પલાળેલી કિસમિસ ખાવાથી થતા લાભ વિશે
ડ્રાયફ્રુટ ખાવાથી શરીર હેલ્ધી રહે છે. તેમાં પણ જો રોજ સવારે પલાળેલી કિસમિસ ખાવામાં આવે તો શરીરમાંથી રક્તની ઉણપ દૂર થાય છે. કિસમિસમાં આયરન હોય છે જે હિમોગ્લોબિન વધારે છે.
રાત્રે પાણીમાં પલાળેલી કિસમિસ સવારે ખાવાથી શરીરને જરૂરી બધા જ પોષક તત્વો મળે છે. કારણ કે પલાળેલી કિસમિસમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
પલાળેલી કિસમિસ રોજ સવારે ખાવાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે. પલાળેલી કિસમિસ ખાલી પેટ ખાવાથી પેટ સાફ થવાની પ્રક્રિયા ઝડપી થઈ જાય છે સાથે જ પાચન ક્રિયા પણ સુધરે છે.
જો તમને હાડકાની નબળાઈ હોય અથવા તો સ્નાયુઓમાં દુખાવા રહેતા હોય તો રોજ પલાળેલી કિસમિસ ખાવી જોઈએ કિસમિસ કેલ્શિયમથી ભરપૂર હોય છે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર ની સમસ્યા હોય તેમને રોજ આઠથી દસ પલાળેલી કિસમિસ ખાવી જોઈએ. તેમાં પોટેશિયમ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે બીપી કંટ્રોલ કરવા માટે ખૂબ જ લાભકારી છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)