આ છે દુનિયાની સૌથી તાકતવર શાકભાજી, થોડાંક દિવસ ખાવાથી શરીર બની જશે લોખંડી
આજકાલના જમાનામાં જંકફૂડનો એટલો ક્રેજ વધી ચૂક્યો છે કે લોકો પોતાના શરીરને જરૂરી તાકાત આપનાર સબ્જી, દાળનું સેવન ઓછું કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે કેટલીક શાકભાજીઓ એવી છે, જેને થોડા દિવસ ખાવાથી તેનો ફાયદો મળે છે. એવી જ એક શાકભાજી છે કંકોડા. આ દુનિયાની સૌથી તાકતવર સબ્જી છે. તેને ઔષધિના રૂપમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સબ્જીમાં એટલી તાકાત હોય છે કે થોડા દિવસોના સેવનથી જ તમારું શરીર તંદુરસ્ત બની જાય છે અથવા તો એમ કહીએ કે લોખંડી બની જાય છે. કંકોડાને મીઠા કારેલાના નામે પણ ઓળખવામાં આવે છે.
જો તમે પણ પોતાના દરરોજના ડાયટમાં તેને સામેલ કરો છો તો બીજા તત્વો અને ફાઇબરની ઉણપને પણ દૂર કરે છે. કંકોડા એટલે મીઠા કારેલાને સેહતમંદ ગણવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેને સૌથી તાકાતવર સબ્જીના રૂપમાં ગણવામાં આવે છે.
આ શાકભાજી સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પ્રોટીનથી ભરપૂર હોય છે. તેને દરરોજ ખાવાથી તમારું શરીર તાકાતવર બને છે. તેના માટે કહેવામાં આવે છે કે તેમાં મીટ કરતાં 50 ગણી વધુ તાકાત અને પ્રોટીન હોય છે. કંકોડામાં ઉપલબ્ધ ફાઇટોકેમિકલ્સ સ્વાસ્થ્યને વધારવામાં ખૂબ મદદ કરે છે. આ એંટીઓક્સીડેંટથી ભરપૂર સબ્જી છે. આ શરીરને સાફ રાખવામાં ખૂબ મદદરૂપ છે.
કંકોડા સામાન્ય રીતે ચોમાસાની સિઝનમાં ભારતીય બજારમાં જોવા મળે છે. તેમાં ઘણા સ્વાસ્થ્ય લાભ છે જેના લીધે તેની ખેતી દુનિયાભરમાં શરૂ થઇ ગઇ છે. તેની મુખ્યરૂપે ભારતના પર્વતીય ક્ષેત્રોમાં ખેતી કરવામાં આવે છે.
વજન ઘટાડવામાં સક્ષમ : કંકોડામાં પ્રોટીન અને આયરન ભરપૂર માત્રા હોય છે જ્યારે કેલેરી ઓછી માત્રામાં હોય છે. જો 100 ગ્રામ કંકોડાની શાકભાજીનું સેવન કરો છો તો 17 કેલેરી પ્રાપ્ત થાય છે. જેથી વજન ઘટાડનારા લોકો માટે આ સારો વિકલ્પ છે.
કેંસરથી બચાવે : કંકોડામાં ઉલબ્ધ લ્યુટેન જેવા કેરોટોનોઇડસ વિભિન્ન નેત્ર રોગ, હદય રોગ અને કેંસરની સારવારમાં મદદરૂપ થાય છે.
પાચન ક્રિયા થશે દુરસ્ત: જો તમે તેની સબ્જી ખાતા નથી તો અથાણું બનાવીને પણ સેવન કરી શકો છો. આયુર્વેદમાં ઘણા રોગોની સારવાર માટે તેને ઔષધિના રૂપમાં ઉપયોગ કરે છે. આ પાચન ક્રિયાને દુરસ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
હાઇ બ્લડ પ્રેશ થશે દૂર : કંકોડામાં ઉપલબ્ધ મોમોરડીસિન તત્વ અને ફાઇબરની વધુ માત્રા શરીર માટે રામબાણ છે. મોમોરેડીસિન તત્વ એંટીઓક્સિડેંટ, એંટીડાયબિટીઝ અને એંટીસ્ટેરસની માફક કામ કરે છે અને વજન અને હાઇ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખે છે.
એંટી એલર્જિક : કંકોડામાં એંટી-એલર્જન અને એનાલ્ઝેસિક શરદી, ખાંસીમાંથી રાહત આપવામાં અને તેને અટકાવવામાં ખૂબ મદદરૂપ થાય છે.