શિયાળામાં દરરોજ આ શાકભાજી ખાવાથી શરીરને થશે 5 જબરદસ્ત ફાયદા
આયુર્વેદ નિષ્ણાતોના મતે શિયાળામાં બીટરૂટ અને ગાજરનો રસ પીવાથી કેન્સરને કંટ્રોલ કરવામાં ઘણી મદદ મળે છે. તેમાં એવા ઘણા એન્ટી-કેન્સર ગુણો જોવા મળે છે, જે શરીરમાં કેન્સરના કોષોની વૃદ્ધિને ઘટાડે છે.
જે લોકોને હાઈ બીપી હોય છે તેમને શિયાળામાં ગાજર અને બીટરૂટનો રસ પીવાની સલાહ આપવામાં આવે છે. તેમાં રહેલા મેગ્નેશિયમ અને પોટેશિયમને કારણે બ્લડપ્રેશર સંતુલિત રહે છે.
જે લોકોને સ્થૂળતાની સમસ્યા હોય તેમણે દરરોજ એક ગ્લાસ બીટરૂટ અને ગાજરનો રસ પીવો જોઈએ. ફાઈબર અને ઓછી કેલરી હોવાને કારણે શરીર ચરબી ઘટાડીને ફિટ બને છે.
એનિમિયાથી પીડિત લોકો માટે બીટરૂટ અને ગાજર રામબાણ માનવામાં આવે છે. આ બંનેમાં આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં લોહીના નિર્માણની ગતિને વધારે છે.
આયુર્વેદ નિષ્ણાતોના મતે ગાજર અને બીટરૂટમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે, જે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેનાથી અપચો, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતીના આધારે લેવામાં આવી છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)