ગુજરાતીઓ માટે યમ છે આ જીવલેણ જંતુ! 14 દિવસના જીવનકાળમાં 3 વાર આપે છે 100-100 ઈંડા

Mon, 09 Sep 2024-2:37 pm,

આ રોગને કારણે બોલીવુડના દિગ્ગજ ડિરેક્ટરનું પણ થઈ ચુક્યું છે નિધન. એના પરથી તમે અંદાજો લગાવી શકો છોકે, આ જંતુ એકવાર કરડે એના પછી જીવનું જોખમ તુરંત જ વધી જાય છે.

ઝી બ્યૂરો, અમદાવાદઃ એક નાનકડું જંતુ તમારા માટે બની શકે છે જીવલેણ. જીહાં, આ જંતુ અનેક લોકોનો જીવ લઈ ચુક્યું છે. ગુજરાતમાં આના આંકડા ચોંકાવનારા છે. આ જીવલેણ જંતુના ડંખ સામે અનેકવાર હારી ચુક્યું છે મેડિકલ સાયન્સ. જીહાં, ગુજરાતીઓ તમે પણ સાચવજો નહીં તો તમારા માટે યમ બની શકે છે આ જંતુ.   

એક વખત ચેપ લાગ્યા બાદ મચ્છર આજીવન ચેપી રહે છે, તેનું સરેરાશ આયુષ્ય 14 દિવસનું હોય છે. આ જીવલેણ જંતુ માત્ર 14 દિવસ જ જીવે છે. પણ એ 14 દિવસના જીવનકાળમાં 3 વાર 100-100 ઈંડા મુકે છે. જેને કારણે એના જેવા બીજા 300 જીવલેણ જંતુઓ પેદા થાય છે. અને આ પ્રક્રિયા બસ આ રીતે જ ચાલતી રહે છે. આ જીવલેણ જંતુ તમારા ઘરમાં પણ આસાનીથી ઘર કરી જાય છે. 

અબાલ-વૃદ્ધ કોઈ પર દયા નથી ખાતું આ જીવલેણ જંતુ. તે દરેકનો કરે છે શિકાર. આ જંતુના ડંખા બાદ દર્દી બની જાય છે ચેપી. ત્યાર બાદ જો કોઈ બીજું જંતુ પણ આ દર્દીને કરડે તો તેનો ચેપ અનેક લોકોમાં ફેલાવવાનો ડર ઉભો થાય છે.   

અહીં વાત થઈ રહી છે ડેન્ગ્યુની. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે ડેન્ગ્યુ એ વાઇરસજન્ય રોગ છે, જે DENV 1,DENV 2, DENV 3 કે DENV 4થી ફેલાય છે.

ડેન્ગ્યુનો રોગ માદા એડિસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છરના શરીર અને પગ પર કાળા અને સફેદ પટ્ટા હોવાથી તેને ટાઇગર મચ્છર પણ કહે છે. આ પ્રકારના મચ્છર દિવસ દરમિયાન કરડે છે અને ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઈંડાં મૂકે છે. ચેપ ધરાવતી વ્યક્તિને કરડ્યાના સાત દિવસ બાદ મચ્છર ચેપી બને છે તથા અન્યોમાં પણ તેનો પ્રસાર કરે છે.

ભારતમાં દર વર્ષે દિલ્હી, પંજાબ, હરિયાણા, ગુજરાત, કર્ણાટક મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવાં રાજ્યોમાં તે મુખ્યત્વે દેખા દે છે. નેશનલ વૅક્ટર બ્રૉન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ તેને અટકાવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના તારણ પ્રમાણે અમેરિકા, દક્ષિણપૂર્વ એશિયા તથા અમેરિકાના 100 જેટલા દેશોમાં તે જોવા મળે છે.

ડેન્ગ્યુના મચ્છરનો કરડવાનો સમય મુખ્યત્વે સૂર્યોદય પછીના બે કલાક તથા સૂર્યાસ્ત પહેલાંના બે કલાકનો છે. આ સમયગાળા દરમિયાન વિશેષ કાળજી રાખો.

ડેન્ગ્યુના તાવમાં વ્યક્તિને અચાનક તાવ આવવાનો શરૂ થાય છે. તેને સખત માથાનો દુખાવો થાય છે, આંખો પાછળ દુખાવો થાય છે અને સ્નાયુ તથા સાંધામાં દુખાવો થાય છે. શરીર પર ચકામા પણ થાય છે. પેટમાં દુખાવો પણ થઈ શકે છે. ઉલ્ટી, નાકમાંથી લોહી નીકળવા જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે. વ્યક્તિનો જીવનકાળ દરમિયાન એક વખત ડેન્ગ્યુ થઈ ગયો હોય, તો પણ બીજી વખત થવાની શક્યતા રહે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link