Weight Loss: એક મહિનામાં તો ઓગળી જશે બધી ચરબી, અજમાવો આ આયુર્વેદિક પ્રયોગ
એક મહિનામાં વજન ઘટાડવા માટે તમે અજમાનો સહારો લઈ શકો છો, જો આ મસાલા સાથેનું પાણી પીવામાં આવે તો મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને આંતરડાની મૂવમેન્ટમાં કોઈ તકલીફ પડતી નથી, આવી સ્થિતિમાં વજન ઓછું કરવું સરળ બની જાય છે.
પેટ અને કમરની ચરબી ઝડપથી ઓછી કરવા માટે, મધ અને તજ પાવડર મિક્સ કરો અને પછી તેને હૂંફાળા પાણીમાં ભેળવીને પીવો, તેનાથી ભૂખ ઓછી લાગે છે.
એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથીના દાણા નાખીને આખી રાત પલાળી રાખો. ત્યારપછી સવારે ઉઠ્યા બાદ તેને ગાળીને ગાળીને પીવો, દરરોજ આમ કરવાથી તમારું વજન ઓછું થવા લાગશે.
વજન ઘટાડવા માટે લીંબુ પાણીનું સેવન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલા પેક્ટીન અને પોલિફીનોલ્સ દ્વારા ભૂખ ઓછી કરી શકાય છે અને આ પીણું પીવાથી વ્યક્તિને લાંબા સમય સુધી ખોરાક ખાવાની જરૂર નથી લાગતી.
તુલસીના પાનમાં ઘણા પ્રકારના આયુર્વેદિક ગુણો જોવા મળે છે, જો તમે આ પાનને ક્રશ કરીને દહીંમાં ભેળવીને ખાશો તો તે માત્ર ચરબી જ નથી બર્ન કરશે પરંતુ શરીરને ઈન્સ્ટન્ટ એનર્જી પણ આપશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)