આંખોની રોશની ઝડપથી સુધરશે, દરરોજ આ વસ્તુઓનું કરો સેવન
એક તરફ જ્યાં આંખોને આરામ મળતો નથી તો બીજીતરફ તમામ પ્રકારનો તણાવ બનેલો રહે છે. બિનઆરોગ્યપ્રદ ફૂડને કારણે આંખને જરૂરી પોષણ મળી શકતું નથી. તેના કારણે આજકાલ લોકોના આંખની દ્રષ્ટિ નબળી પડવા લાગી છે. તેવામાં આંખની દ્રષ્ટિ સારી રહે તે માટે તમે તમારા ડાયટમાં કેટલીક વસ્તુ સામેલ કરી શકો છો.
આંખોની રોશની માટે આંબળાને વરદાન માનવામાં આવે છે. તેમાં ઘણઆ પોષક તત્વો હોય છે. જે આંખની દ્રષ્ટિ સારી બનાવે છે. આંખની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રતે તે માટે બાળકોના ડાયટમાં આંબળા સામેલ કરવા જોઈએ. સવારે ખાલી પેટ આંબળાનું જ્યૂસ પીવુ જોઈએ. આ સાથે આંબળાનો મુરબ્બો પણ ફાયદાકારક હોય છે.
શરીરનું તાપમાન સંતુલિત રાખવામાં એલચીને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી આંખોને ઠંડક મળે છે. આ સાથે પ્રકાશ પણ ઝડપથી વધે છે. ઘણી વખત લોકો વરિયાળી અને એલચીને પીસીને પાવડર બનાવે છે અને પછી તેને ઠંડા દૂધમાં મિક્સ કરીને પીવે છે. જેના કારણે તેમને થોડા જ સમયમાં મોટો ફાયદો જોવા મળે છે.
આંખની રોશની જોરદાર બનાવવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ડાયટમાં સામેલ કરવા જોઈએ. તેમાં આયરનની માત્રા સારી હોય છે અને તે આંખ માટે લાભદાયક છે.
આંખની રોશની વધારવા માટે અખરોટનું સેવન પણ લાભદાયક છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે આંખ માટે ખુબ લાભદાયક છે. આંખને લાંબા સમય સુધી શાર્પ અને તેજ બનાવવા માટે ડાઇટમાં અખરોટને સામેલ કરવા જોઈએ.
આંખ માટે ગાજરનું જ્યૂસ રામબાણ માનવામાં આવે છે, તે ખુબ ફાયદાકારક છે. જે લોકો દરરોજ એક ગ્લાસ ગાજરનું જ્યૂસ પીવે છે, તેના ચશ્મા પણ થોડા સમયમાં ઉતરી જાય છે.
પલાળેલી બદામ આંખની રોશની સુધારવામાં ખુબ મદદરૂપ છે. તેનાથી આંખની દ્રષ્ટિ સારી થાય છે.