આદુથી થોડા જ દિવસોમાં ઓગળી જશે શરીરની ચરબી, જાણો સેવનની સાચી રીત

Wed, 12 Jul 2023-7:03 pm,

ઘણીવાર તમે જોયું હશે કે લોકો વજન ઘટાડવા માટે આર્ટિફિશિયલ સપ્લિમેન્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ઘરે ઉપલબ્ધ આદુ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ સપ્લિમેન્ટ સાબિત થઈ શકે છે. તમે ભાગ્યે જ જાણતા હશો કે વધેલા વજનને ઘટાડવા માટે આદુને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેનાથી તમે ઓછા સમયમાં વધુ ચરબી ઘટાડી શકો છો, પરંતુ તમારે વજન ઘટાડવા માટે આદુનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પણ જાણવું જોઈએ.

 

હેલ્થ એક્સપર્ટનું માનવું છે કે આશરે એક ગ્લાસ પાણીમાં આદુના જ્યૂસના કેટલાક ટીપા નાખી સવારે અને સાંજે પીવાથી ફાયદો થાય છે. તેનાથી બોડીમાં એક્સ્ટ્રા ફેટ બર્ન થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. 

સૂંઠના પાઉડરમાં સોજાને ઘટાડવાના અનેક પ્રકારના ગુણ હોય છે. તેવામાં પાઉડરનું સેવન પાણી સાથે કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 

વજન ઘટાડવા માટે આદૂની ચાથી સારો કોઈ વિકલ્પ નથી. તમે હંમેશા જોયુ હશે કે સવારે-સાંજે ચા પીવા સમયે તેમાં આદુ નાખવામાં આવે તો સ્વાદની સાથે શરીરને પણ ફાયદો થાય છે. 

 

 

હેલ્થ એક્સપર્ટ પ્રમાણે આદૂ અને લીંબુનું મિક્સચર શરીરને વધારાનો ફેટ દૂર કરવામાં મદદ કરે છે. 

ઓછા સમયમાં વજન ઘટાડવા માટે આશરે એક ચમચી આદુને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરવો જોઈએ. ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખો અને ધીમે ધીમે પી લો. મિઠાસ માટે તેમાં તમે મધના કેટલાક ટીપા નાખી શકો છો. આ ડ્રિંક તમને વજન ઘટાડવામાં મદદ કરશે. 

 

વજન ઘટાડવા માટે આદૂની કેન્ડીનું સેવન પણ લાભદાયક માનવામાં આવે છે. તેમાં સૌથી પહેલા આદુના ટુકડાને લઈને તેમાં લીંબુનો રસ અને આમળાનો પાઉડર, કાળા મરી અને મીઠું નાખવાનું છે. આ મિક્સચરને તડકામાં સૂકવી દેવું જોઈએ અને આ કેન્ડીનું સેવન કરવું જોઈએ. 

ધ્યાન રાખો કે મોટી માત્રામાં આદુનું સેવન કરવું જોઈએ નહીં, આદુના વધુ સેવનથી પેટમાં બળતરા જેવી સમસ્યા પેદા થઈ શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link