નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?
વ્રત દરમિયાન ઓછામાં ઓછા 8 ગ્લાસ એટલે કે 2 લીટર પાણી પીવું જોઈએ. તેનાથી શરીર હાઇડ્રેટ રહે છે અને ત્વચા અને સ્વાસ્થ્ય બંને સારું રહે છે. ઉપવાસ દરમિયાન શરીરને વધુ પાણીની જરૂર પડે છે.
નવરાત્રિના ઉપવાસ દરમિયાન અનાજ ખાઈ શકાતું નથી. એવામાં તમને ઝડપથી ભૂખ લાગવા લાગે છે, તેથી ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવો, આ તમારી ભૂખને નિયંત્રિત કરે છે.
જો તમે ઉપવાસ દરમિયાન ઓછું પાણી પીઓ છો, તો શરીરનું ઈલેક્ટ્રોલાઈટ સંતુલન ખોરવાઈ જાય છે, જેનાથી થાક અને સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે. ઉપરાંત, પાણીની મદદથી શરીરમાંથી ટોક્સિંસ સરળતાથી દૂર થાય છે.
ઉપવાસ દરમિયાન પુષ્કળ પાણી પીવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. તેમજ ઉપવાસના કારણે શરીરમાં પોષક તત્વોની ઉણપ થાય છે, જેના કારણે પેટની સમસ્યા થઈ શકે છે. એવામાં જો તમે પુષ્કળ પાણી પીઓ અને ફળો ખાશો તો તમને કબજિયાતની સમસ્યા નહીં થાય.
ઉપવાસ કરવાથી શરીરમાં કેલરીની માત્રા ઘટવા લાગે છે, જેના કારણે વજન ઘટવા લાગે છે. એવામાં તમારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. આ મેટાબોલિઝમ સુધારે છે. જેના કારણે વજન ઘટવા લાગે છે.