આ લોકોએ ન ખાવો જોઇએ અજમો, નહીંતર ફાયદાના બદલે થશે નુકસાન
વધુ માત્રામાં અજમાનું સેવન કરવાથી ઝાડા અને ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે, તેથી વ્યક્તિએ વધુ માત્રામાં અજમો ખાવાનું ટાળવું જોઈએ.
અજમો એક ગરમ તાસીરવાળો મસાલો છે, જેને મહિલાઓએ ગર્ભાવસ્થા દરમિયાન ખાવો ન જોઇએ. તેનાથી ગર્ભ અને માતા બંનેને નુકસાન થઇ શકે છે. અજમાના સેવનથી બ્લડ શુગર લેવલ ઘટી જાય છે, જે ગર્ભસ્થ શિશુ માટે હાનિકારક છે.
જો તમને ખંજવાળ જેવી સ્કીન સાથે સંકળાયેલી સમસ્યા હોય, તો અજમાનું સેવન ન કરો. અજમો ખાવાથી ખંજવાળ અને સ્કીન રેશિશ વધી શકે છે.
પેટ સાથે જોડાયેલી સમસ્યા જેમ કે ઉબકા, બળતરા, અલ્સર હોય તો અજમાનું સેવન ન કરો. તેનાથી તમારી પરેશાની વધી શકે છે.
બ્લડ પ્રેશરના દર્દીઓને અજમાનું સેવન ન કરવું જોઇએ કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.