Cholesterol Symptoms: કોલેસ્ટ્રોલના 5 શરૂઆતના લક્ષણો, જેને ઈગ્નોર કરવા પડી શકે છે ભારે!

Sat, 26 Oct 2024-2:18 pm,

જો તમે પગમાં નિષ્ક્રિયતા અથવા નબળાઇ અનુભવો છો, તો તેનો સીધો અર્થ એ છે કે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાને કારણે પગની નસો અને સ્નાયુઓમાં લોહી યોગ્ય રીતે પરિભ્રમણ કરી શકતું નથી. જેના કારણે પગ સુન્ન થઈ જાય છે અને તમે નબળાઈ અનુભવો છો.

જો વારંવાર પગમાં ખેંચાણ અનુભવો છો, ખાસ કરીને પીંડી અને જાંઘના સ્નાયુઓમાં, તો તે હાઈ કોલેસ્ટ્રોલની નિશાની છે. આ સમસ્યાને કારણે તમને ચાલવામાં તકલીફ પડી શકે છે.

જો તમને એવું લાગે કે તમારી ત્વચા પીળી કે ઠંડી પડી રહી છે તો તેને બિલકુળ હળવાશથી ન લો. આ લક્ષણો શરીરમાં કોલેસ્ટ્રોલ વધવાના હોઈ શકે છે. આવી સ્થિતિમાં તરત જ તમારું કોલેસ્ટ્રોલ તપાસો.

જો ઉનાળામાં તમારા પગ ઠંડા રહે છે, તો તેનું કારણ છે કે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે. તેથી વ્યક્તિએ શરીરમાં થતા ફેરફારો પણ ધ્યાન આપવું જોઈએ.

 હાઈ બેડ કોલેસ્ટ્રોલ પ્લેરકમાં સંચયનું કારણ બને છે જે ધમનીઓને અવરોધે છે. જેના કારણે લોહીનો પ્રવાહ ઓછો થાય છે, જેને કારણે પગ ભારે થવા અને દુખાવા જેવી સમસ્યાઓ થાય છે.

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી અને ધારણાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link