આ પીળી વસ્તુ ખાઈ લો...નસોમાં ચોંટી ગયેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે બહાર
લીંબુ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે. લીંબુમાં વિટામીન સી હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે. રોજ બે ગ્લાસ લીંબુ પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ખતમ થઈ શકે છે. લીંબુ પાણીમાં મીઠું કે ખાંડ નાખીને સેવન કરવું નહીં તે ખાસ ધ્યાન રાખવું.
આંબળામાં પણ અનેક ગુણ હોય છે જે શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરવા માટે તમે ડાયેટમાં આંબલાનું સેવન કરી શકો છો.
અખરોટમાં ફાઈબર, વિટામીન એ, ઈ અને ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલના લેવલને કંટ્રોલ કરે છે. હ્રદયને સ્વસ્થ રાખવા માટે તમે ડાયેટમાં અખરોટ સામેલ કરી શકો છો.
લસણનો ઉપયોગ કિચનમાં મસાલા તરીકે થાય છે પરંતુ લસણમાં ઔષધીય ગુણ મળી આવે છે જે અનેક બીમારીઓને દૂર કરી શકે છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે તમે લસણનું સેવન કરી શકો છો.
અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.