Health Tips: આલુ પરોઠા જો દહીં સાથે ખાતા હોવ તો સાવધાન...સ્વાસ્થ્ય માટે કરે છે `ઝેર` જેવું કામ!
દહીં સાથે ખાટા ફળો ભૂલેચૂકે ન ખાવા. કારણ કે દહીંનો સ્વાદ પણ ખાટો હોય છે અને આ કારણે મોસંબી, લીંબુ, સંતરા,જેવા ફળોનું સેવન દહીં સાથે કરવું જોઈએ નહીં. તેનાથી તમારા ડાયજેશનમાં અડચણ આવી શકે છે.
દહીં અને ખજૂર ક્યારેય સાથે ખાવી જોઈએ નહીં. આ બે સાથે ખાવાથી પેટ ખરાબ થાય છે. ખજૂર ખાધા બાદ ઓછામાં ઓછા 3 કલાક પછી દહીં ખાવું જોઈએ.
દહીં અને કેળા ક્યારેય સાથે ન ખાવા જોઈએ. તેને ખાવાથી પેટમાં સમસ્યા થાય છે. ધ્યાન રાખવું જોઈએ કે કેળું ખાધા બાદ ઓછામાં ઓછા 2 કલાક પછી જ દહીંનું સેવન કરવું.
દહીં અને આલુ પરાઠા દરેકને પસંદ હોય છે. પરંતુ આ બંને વસ્તુઓને સાથે ખાવી એ સ્વાસ્થ્યની રીતે સારું નથી. દહીં અને ઓઈલી ફૂડ એક સાથે ખાવાથી ડાઈજેશન સ્લો થઈ જાય છે. તેને ખાવાથી શરીરને નુકસાન થાય છે અને સુસ્તી આવે છે.
મોટાભાગે જોવા મળે છે કે લોકો ચીઝવાળી ડિશમાં દહીં ભેળવીને ખાતા હોય છે. પરંતુ આ બંને સાથે ખાવું જોઈએ નહીં. દહીં અને ચીઝને એક સાથે ખાવાથી શરીર અને ડાયજેશન બંનેને ખુબ વધુ નુકસાન થાય છે. તેનાથી તમને કોઈ મોટી બીમારી પણ થઈ શકે છે.
દહીં અને માછલી એક સાથે ન ખાવા જોઈએ. સાથે ખાવાથી અપચો અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલની સમસ્યા થઈ શકે છે. જ્યારે માછલી અને દહીં એક સાથે ખાવામાં આવે તો પ્રોટીન સારી રીતે ડાઈજેસ્ટ થઈ શકતું નથી.
દહીં અને દૂધ પણ ક્યારેય સાથે ખાવા જોઈએ નહીં. તેને એક સાથે ખાવાથી ઝાડા, ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી પાચન સંબંધિત સમસ્યા થઈ શકે છે. આ કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખુબ હાનિકારક છે.