સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઈ શકે છે રૂમ હીટર ચલાવવું, શું તમે તો નથી કરી રહ્યાને આ ભૂલ?

Sat, 23 Nov 2024-10:37 am,

ઓક્સિજનની ઉણપ રૂમ હીટર આપણા રૂમને ગરમ કરે છે, પરંતુ તે રૂમની અંદર હાજર ઓક્સિજનને ચૂસે છે અને તેને બાળી નાખે છે, જેના કારણે રૂમ ગરમ થઈ જાય છે, પરંતુ રૂમમાં ઓક્સિજનની કમી છે. આવી સ્થિતિમાં હીટર ચાલુ રાખીને સૂવાથી ઊંઘમાં મૃત્યુનો ખતરો વધી જાય છે.

શ્વસન સંબંધી સમસ્યા જે લોકોને પહેલાથી જ અસ્થમા જેવી શ્વસન સંબંધી સમસ્યા હોય તેમણે પણ રૂમ હીટરનો વધુ પડતો ઉપયોગ ટાળવો જોઈએ. રૂમ હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ સીધો શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પહોંચે છે, જે અસ્થમાના દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. 

આંખોની રોશની રૂમ હીટર માત્ર રૂમમાં ઓક્સિજનનું સ્તર ઓછું કરતું નથી પરંતુ તે તમામ ભેજને પણ દૂર કરે છે, જેના કારણે આંખોમાં શુષ્કતા આવે છે. આ કારણે તમારી આંખોમાં ખંજવાળ અને બળતરાની સમસ્યા થઈ શકે છે. ઘણા લોકોમાં તે નેત્રસ્તર દાહની સમસ્યાનું કારણ પણ બને છે.   

માથાનો દુખાવો શિયાળામાં રૂમ હીટરની આગળ બેસી રહેવાથી ઘણા લોકોને માથાનો દુખાવો થવા લાગે છે. આ ત્યારે થાય છે રૂમમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે અને કાર્બનમોનોક્સાઈડનું સ્તર વધી જાય છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link