બદલાતી ઋતુમાં ભૂલથી પણ ના કરો આ કામ, નહીં તો દવાખાનાના ખાવા પડી શકે છે ધક્કા

Wed, 24 Feb 2021-6:10 pm,

જ્યાં સુધી સવાર-સાંજ ઠંડી પડે છે ત્યાં સુધી અડધી સ્લીવ્ડના કપડાં ન પહેરવા. હવામાન અત્યારે એટલું ગરમ ​​નથી કે તમે ઉનાળાનાં કપડાં પહેરવાનું શરૂ કરો. ભારે કપડાં નહીં પરંતુ આખી સ્લીવ્ડના કપડાં પહેરવા જોઇએ. જેથી બદલાતી ઋતુમાં તમે બીમાર પડશો નહીં.

ઠંડીની ઋતુમાં ગરમ ખાવું-પીવું સારુ લાગે છે, જ્યારે ઉનાળામાં લોકો ઠંડી વસ્તુ ખાવાનું વધારે પસંદ કરે છે. આહારમાં ફેરફાર એકદમથી ના કરો. અત્યારે વધારે ઠંડુ પાણી પીવાથી આથવા ઠંડી વસ્તુ ખાવાથી તમારું ગળું ખરાબ થઈ શકે છે અથવા તો શરદી- ખાંસી થઈ શકે છે. આ સમયે તળેલી અને શેકેલી વસ્તુ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આ સમયે હીટર અથવા બ્લોઅરનો ઉપયોગ તો બધાએ બંધ કર્યો હશે. ઋતુમાં થોડી ઠંડી અને ગરમીનો આનંદ લો. બપોરના સમયે ગરમીન વધારે લાગે છો તો પણ અત્યારે AC શરૂ ના કરો. ACની ઠંડક તમને બીમાર પાડી શકે છે. તેની જગ્યાએ ધરના બારી-બારણાં ખુલ્લા રાખો અને ફ્રેશ હવાનો આનંદ માણો.

દિવસમાં ભારે ગરમીમાં વધારે પડતું બહાર રહેવાથી તમે બીમાર પડી શકો છો. આ સમયે શરીર ઋતુને અનુકૂળ નથી હોતું અને વધારે ગરમીથી તાવ આવી શકે છે. આ ઋતુમાં ગરમીમાં વધારે ફરવાથી દૂર રહો.

આ ઋતુમાં સૌથી વધારે અસર ઘરના વૃદ્ધો અને બાળકોને થાય છે. આ સમયે તેમને આઇસક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અને દહીંથી દૂર રાખો. સવારે સાંજે થોડા ગરમ કપડા પહેરાવો અને એકદમ ઠંડા પાણીથી સ્નાન ન કરવું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link