જીગરજાન 11 મિત્રોની રુંવાડા ઉભી કરી દેતી સત્ય ઘટના, 20 કરોડના બજેટની ફિલ્મે 200 કરોડની કમાણી કરી

Mon, 23 Sep 2024-1:45 pm,

આજકાલ સત્ય ઘટનાઓ પર આધારિત ફિલ્મોનો ટ્રેન્ડ છે. હિન્દી સિનેમાથી લઈને સાઉથ સિનેમા સુધી ઘણી એવી ફિલ્મો બની છે જે સત્ય ઘટનાઓ પર આધારિત છે. આજે અમે તમને એવી જ એક ફિલ્મ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને વિચારવા પર મજબૂર કરી દેશે કે જો વાસ્તવિક જીવનમાં આવું થયું હોત તો તે લોકોનું શું થાત. આ સાથે તમને તમારા મિત્રોના મહત્વનો પણ અહેસાસ થશે. તમને ઈમોશનલ કરવાની સાથે આ ફિલ્મ તમને એક વિચિત્ર ડરનો અહેસાસ પણ કરાવશે. શક્ય છે કે જો તમને ફરવાનો શોખ હોય તો આ શોખ પણ થોડા સમય માટે ખતમ થઈ જશે.

અહીં અમે વાત કરી રહ્યા છીએ સાઉથના એડવેન્ચર, ડ્રામા અને થ્રિલરથી ભરપૂર ફિલ્મ 'મંજુમ્મેલ બોયઝ' વિશે. આ ફિલ્મ આ વર્ષે 22 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો એટલો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો કે દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મ સાઉથના એક ગામમાં રહેતા 11 મિત્રોની વાર્તા છે, જેઓ એડવેન્ચર અને થ્રિલર માટે ટ્રિપ પર જવાનો પ્લાન બનાવે છે, પરંતુ આ દરમિયાન તેમની સાથે કંઈક એવું થાય છે, જેની તેમણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. આ ફિલ્મ ખૂબ જ અદ્ભુત છે.

આ ફિલ્મ વર્ષ 2006માં 11 મિત્રો સાથે બનેલી એક સત્ય ઘટના પર આધારિત છે. વાર્તા મિત્રોના એક ગ્રૂપની છે, જેઓ કોડાઈકેનાલ પ્રવાસ માટે જાય છે. જ્યાં તેઓ એક ગુફા જુએ છે. આ સમય દરમિયાન એક મિત્ર ગુફાની ઊંડી ખીણમાં પડી જાય છે. આ ખીણમાં અગાઉ પણ અનેક અકસ્માતો થયા છે અને તેમાં પડેલા લોકોના મૃતદેહ પણ કોઈને મળ્યા નથી. આ બાદ આ મિત્રો કેવી રીતે તેમના મિત્રનો જીવ બચાવે છે, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે. ફિલ્મમાં તમને લાગણીસભર દ્રશ્યો જોવા મળશે.   

ફિલ્મમાં ઘણા એવા સીન છે જે તમને ઈમોશનલ તો કરી શકે છે સાથે જ તમને ડરાવી પણ શકે છે. એક મિત્ર ખીણમાં પડે છે, તેના બાદ  ભારે વરસાદ પડે છે અને તે ખાડામાં પાણી ભરાય છે. ખાડા સાથે સંકળાયેલા ભૂતોની દંતકથાઓ યાદ આપે છે. એ ખાડાને નરકનું રસોડું કહેવાય છે. પોલીસકર્મીઓ દ્વારા મદદ ન કરવાના પણ કરુણ કિસ્સા છે. જ્યારે તમે આ ફિલ્મ જોશો, ત્યારે તમે પોતે જ અનુભવશો કે તમારા શરીરમાંથી કંપારી છૂટી જશે અને તમારા રુંવાડા ઉભા થઈ ગયા હશે.   

જો આ લેખ વાંચ્યા પછી તમને પણ આ ફિલ્મ જોવાનું મન થાય, તો તમે આ ફિલ્મ OTT પર જોઈ શકો છો. ફિલ્મને થિયેટરોમાં તેમજ OTT પર દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. દક્ષિણના દિગ્દર્શક ચિદમ્બરમના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ છે. ફિલ્મમાં સૌબીન શાહીર, શ્રીનાથ ભાસી, બાલુ વર્ગીસ, ગણપતિ એસ. પોડુવલ, લાલ જુનિયર, દીપક પરમ્બોલ, અભિરામ રાધાકૃષ્ણન, અરુણ કુરિયન, ખાલિદ રહેમાન અને શેબિન બેન્સન જેવા કલાકારો જોવા મળે છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link