Gujarat Rain : મેગાસિટી અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, બે કલાકમાં ઠેર-ઠેર પાણી ભરાયા

Thu, 29 Jun 2023-12:33 pm,

અમદાવાદમાં સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અને સામાન્ય વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ તરફ જતા વ્યસ્ત રસ્તા પર પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જ્યારે નાના ચિલોડામાં તો જાણી સરોવર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાના ચિલોડાથી નવા નરોડા જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. એટલું જ નહીં ચાંદખેડાના અચ્છેર ગામમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન છે. ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં સતત વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે.

અમદાવાદ ભારે વરસાદથી જળબંબાકાર બન્યું છે. સામાન્ય વરસાદમાં જ કોર્પોરેશનની આબરું ધૂળધાણી થઈ છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. નાના ચિલોડાથી નવા નરોડા જતો રોડ બેટમાં ફેરવાયો છે. 2 કિ.મી.નું અંતર કાપવા નાગરિકોને અડધી કલાકની રાહ જોવી પડી રહી છે.   

તો સાથે જ મનપાના અધૂરા કામોથી જનતા ત્રસ્ત બની છે. નવા નરોડા ખાતે એક તરફનો રસ્તો બનતા શહેરીજનો ત્રસ્ત બન્યો છે. બીજા રોડ પર વરસાદી પાણી ભરાયા છે. અનેક વખત ફરિયાદ કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં.   

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ચાંડખેડા, નરોડા, કોતરપુર, કુબેરનગર તરફના વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ચાંદખેડામાં અડધો ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જેમાં ચાંદખેડાના અચ્છેર ગામમાં પાણી  ભરાયા હતા. લગભગ 1 કલાકમાં કોતરપુરમાં અડધો ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. 

અમદાવાદનાં અનેક વિસ્તારોમાં વરસાદ છે. આ વરસાદના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. કોબા સર્કલથી ઈન્દીરા બ્રિજ જતા રસ્તા પર પાણી ભરાયા છે. પાણી ભરાતા તકલીફમાં મુકાયા વાહનચાલકો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link